લોકભાષા-ગાંધીધામ :
અંજારના તાલુકા હેલ્થ ઓફિસરને હનીટ્રેપમા ફસાવી બ્લેક મેઈલીંગના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.
આદિપુર પોલીસ મથકે અંજાર તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજીવ અંજારીયાએ પોતાને ફસાવી એક મહિલા સહિત બે વિરૂદ્ધ બ્લેક મેઈલીંગની ફરિયાદ કરી હતી. જેમા આરોપી ગુલામ હાજીને પોલીસે ઝડપી લીધો હતો
આ બનાવની વિગતો મુજબ અંજારના તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજીવ અંજારીયાએ દ્વારા નર્મદા વાળંદ અને તેના પતિ દિનેશ વાળંદ તરીકે ઓળખાણ આપનાર ગુલામ હાજી વિરુદ્ધ પોતાને બ્લેક મેઈલિંગ કરી પચાસ હજાર પડાવી લીધા હતા અને ત્રીસ લાના ચેક લખાવી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આદિપુર પોલીસ મથકે ડો. રાજીવ અંજારીયાએ મહિલા મહિલાએ આશાવર્કરની નોકરી માટે ઘરે બોલાવી આરોપી ગુલામ હાજીએ વિડિયો ઉતારી બ્લેક મેઈલિંગ કરી ત્રીસ લાખની માંગણી કરી પચાસ હજાર કઢાવી લઈ પાંચ લાખના છ અને બે કોરા ચેક લઇ જઇ બળાત્કારના કેસ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે બને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આરોપી ગુલામ હાજીને ઝડપી પાડ્યો હતો.