Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીધામ :રાપર તાલુકાના ફતેહગઢમાં મધરાતે ફાયરીંગની એક ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘેટાં ચરાવતો એક માલધારી રાત્રિના સમયે રસ્તા નજીક પોતાના માલઢોર સાથે સૂતો હતો, ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે વધુ મળતી માહિતી મુજબ, મધરાતે આશરે અઢી વાગ્યે ચોર જેવા દેખાતા બે અજાણ્યા શખ્સો આવી ચડ્યા હતા. આ દરમિયાન માલધારી જાગી જતાં, બંને શખ્સોમાંથી એકે તેના પર સીધું ફાયરીંગ કરી દીધું હતું. ફાયરીંગ કરીને હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ હુમલામાં માલધારી ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને હાલ તે ગાંધીધામની ખાનગી…

Read More

લોકભાષા-ગાંધીધામ :કચ્છ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પર મોટી અસર પડી છે. મુન્દ્રા તાલુકાના બેરાજા હનુમાન નજીકનો ભુજથી મુન્દ્રા તરફ જતો મુખ્ય રસ્તો પાણી ભરાઈ જવાના કારણે બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સુરક્ષાના પગલાં રૂપે આ નિર્ણય લેવાયો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે, કોઈ પણ મુસાફરે હાલ પૂરતી આ માર્ગ પર અવરજવર ન કરવી. મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થાવાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ભુજ તરફ જવા માંગતા તમામ વાહનો હવે વાંકી પત્રીથી ટપ્પર થઈને ભુજ તરફ જઈ શકશે. લોકોને…

Read More

લોકભાષા-ભુજ :હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ, આગામી ૨૪ કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાનમાં આવેલા આ બદલાવને પગલે સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. આગામી ૨૪ કલાક ભારે હોવાથી નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે.

Read More

લોકભાષા-ગાંધીધામ :કચ્છ જિલ્લામાં સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સવારથી બપોર સુધીમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જેમાં ખાસ કરીને માંડવી તાલુકામાં આભ ફાટ્યું હોય તેમ ધોધમાર ૭ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આપેલા સત્તાવાર આંકડાઓ મુજબ, આજે બપોરે ૪ વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ ૩૮૮ મીમી (આશરે ૧૫.૫ ઇંચ) વરસાદ નોંધાયો છે, જેના કારણે ચાલુ સીઝનનો જિલ્લાનો કુલ વરસાદ ૨૮૧૮ મીમી પર પહોંચી ગયો છે.સૌથી વધુ ૧૭૭ મીમી વરસાદ માંડવી તાલુકામાં નોંધાયો છે. માંડવીમાં આજે કુલ ૧૭૭ મીમી (આશરે ૭ ઇંચ) વરસાદ પડ્યો છે. અહીં સવારે ૮ થી ૧૦ વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં જ ૧૨૭…

Read More

લોકભાષા-ગાંધીધામ :સમગ્ર કચ્છ જિલ્લા પર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં (સવારે ૬ થી સવારે ૬ વાગ્યા સુધીમાં) રાતભર અવિરત વરસેલા વરસાદને કારણે સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. ખાસ કરીને પૂર્વ કચ્છના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, જેમાં અંજારમાં સૌથી વધુ ૭ ઈંચ (૧૮૪ મીમી) વરસાદ ખાબક્યો છે. સાર્વત્રિક અને સારો વરસાદ વરસતા ધરતીપુત્રો સહિત સમગ્ર કચ્છમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.પૂર્વ કચ્છમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ હતી રાત્રી દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ અને ભચાઉમાં વરસાદનું જોર સૌથી વધુ રહ્યું હતું. જિલ્લા કંટ્રોલ રૂમના સત્તાવાર આંકડા…

Read More

લોકભાષા-ગાંધીનગર :ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણને લઈને એક તાકીદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર, આગામી ૩ કલાકમાં ગુજરાતના ૮ જિલ્લાઓમાં મધ્યમ તીવ્રતાના વાવાઝોડા (થંડરસ્ટોર્મ) સાથે ભારે વરસાદ ખાબકવાની પ્રબળ સંભાવના છે.હવામાન વિભાગની યાદી મુજબ, બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, મોરબી, પાટણ, રાજકોટ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં આગામી ત્રણ કલાક દરમિયાન મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. ૬૧ કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવનઆગામી કલાકોમાં આ આઠેય જિલ્લાઓમાં માત્ર ભારે વરસાદ જ નહીં, પરંતુ ૪૧ થી લઈને ૬૧ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા સેવાઈ રહી છે. વાવાઝોડા અને ભારે પવનની આ…

Read More

લોકભાષા-ગાંધીધામ :અબડાસા તાલુકાના ઉસ્તીયા ગામે આજે તારીખ 14 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો, જ્યાં એક ધાર્મિક સ્થાન પર આકાશી વીજળી ત્રાટકવાની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા પ્રખ્યાત મોમાઈ માતાના મંદિર પર વીજળી પડતાં તેના શિખરને ભારે નુકસાન પહોંચ્યું છે.મળતી માહિતી મુજબ, આજે સાંજથી જ સમગ્ર અબડાસા પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર ગડગડાટ સાથે તોફાની વાતાવરણ સર્જાયું હતું. આ દરમિયાન ઉસ્તીયા ગામમાં આવેલા મોમાઈ માતાજીના મંદિરના શિખર પર અચાનક આકાશી વીજળી ખાબકી હતી. વીજળી પડવાના કારણે મંદિરના શિખરનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો અને તેને મોટું નુકસાન થયું…

Read More

લોકભાષા-ગાંધીધામ :ગાંધીધામમા આશરે 300 જેટલા ગરીબ પરિવારોના ઘરો તોડવાની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેની સામે ન્યાય મેળવવાની માંગ સાથે આજે ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. બહુજન આર્મીના સ્થાપક લખન ધુવાના સમર્થનમાં ગાંધીધામના ઓસ્લો રોડ પર ચક્કાજામનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિરોધ પ્રદર્શન દરમિયાન બહુજન આર્મીના પ્રમુખ વીરૂ પરમાર સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી માર્ગ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે ઓસ્લો રોડ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો.પોલીસને ઘટનાની જાણ થતાં જ ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે ચક્કાજામ કરી…

Read More

લોકભાષા-ગાંધીધામ :કચ્છ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પગલે આજે સવારથી જ સમગ્ર પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ દરમિયાન સવારે ૧૦ થી ૧૨ વાગ્યાના બે કલાકના ટૂંકા સમયગાળામાં ભુજ શહેરમાં ધોધમાર એક ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.ભુજ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. પૂર્વ કચ્છની વાત કરીએ તો, ભચાઉમાં ૪ મીમી અને ગાંધીધામમાં ૩ મીમી વરસાદ નોંધાયો છે.જ્યારે પશ્ચિમ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી હતી, જેમાં માંડવીમાં ૭ મીમી અને મુંદ્રામાં ૨ મીમી વરસાદ પડ્યો હતો.સમગ્ર કચ્છમાં લાંબા સમય બાદ આવું વરસાદી વાતાવરણ સર્જાતાં અને ધીમી…

Read More

લોકભાષા-નખત્રાણા :નખત્રાણા-લખપત હાઇવે પર નવાનિર્મિત મથલ બ્રિજ નજીક પસાર થતી નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં અચાનક ભંગાણ સર્જાતાં હજારો લિટર પીવાનું પાણી વેડફાઇ ગયું હતું. પાઇપલાઇનના એરવાલ્વમાંથી અંદાજે ૩૦ ફૂટ જેટલા ઊંચા પાણીના ફુવારા ઊડતાં આસપાસનો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો.નખત્રાણા-લખપત હાઇવે નવા બનેલા મથલ બ્રિજ નજીક એરવાલ્વમાં ભંગાણ થવાના કારણે ૩૦ ફૂટ ઊંચે સુધી પાણીના ઉછાળા મારતા ફુવારા થકી મોટી માત્રામાં પાણી રસ્તા પર વહી જતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ દરમિયાન કેટલાક વાહનચાલકો વહેતા પાણીમાં પોતાના વાહનો ધોતા નજરે પડ્યા હતા.એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની અછતને કારણે નાગરિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે બીજી તરફ નર્મદા લાઇનના એરવાલ્વમાં…

Read More