Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ :સોશિયલ મીડિયા પર ઈસ્લામિક સ્ટેટ (ISIS) વિચારધારા ફેલાવનાર આરોપીને પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પશ્ચિમ કચ્છના ભુજ નજીક લોડાઇ ગામનો ફકિરમામદ ઇશા ગગડાને પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી લીધો હતો. આરોપી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અલગ-અલગ એકાઉન્ટ બનાવી ઉશ્કેરણીજનક પોસ્ટ મુકતો હતો. દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકે તેવી પ્રવૃત્તિ ખિલાફત અને જીહાદ માટે લોકોને પ્રેરિત કરતો હોવાની આરોપી સામે ફરિયાદ છે.પશ્ચિમ કચ્છ એસ.ઓ.જીની ટીમે ચોક્કસ બાતમીના આધારે આરોપી ફકિરમામદ ઇશા ગગડાને ઝડપી લીધો છે.મોબાઇલ ચેકિંગમાં ગેરકાયદેસર સામગ્રી મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છેઆ અંગે આરોપી વિરૂદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં…
લોકભાષા-ગાંધીધામ :કચ્છના નાના રણમાં ગંભીર કાર અકસ્માત સર્જાયો છે જેમા આદિપુરના 51 વર્ષીય કમલેશભાઈ આહિર અને તેમના 13 વર્ષીય પુત્ર ધર્મેશનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હોવાનુ જાણવા મળી રહ્યું છે. પરિવારના અન્ય 6 સભ્યો ઇજાગ્રસ્ત, જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનુ જાણવા મળે છે. આ પરિવાર આદિપુરથી વચ્છરાજ દાદાના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યો હતો વરણુંથી મેડક બેટ વચ્ચે ઇનોવા કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. કાર બે થી ત્રણ ગુલાટ મારતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતિઆડેસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરાઈઆ બનાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે
લોકભાષા-ગાંધીનગર :ગુજરાત સ્થાપના દિવસે સાથે ગુજરાત માટે વધુ એક ગૌરવની ક્ષણ સામે આવી છે. સુરતમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે. લાંબા સમયથી તેનું ટ્રાયલ કરવામા આવતું હતું. આ સિસ્ટમથી હવે વાહનોને ટોલ બુથ પર વાહનો રોકવાની જરૂર નહિ પડે. ટોલ પ્લાઝા નીચેથી પસાર થતા જ ટોલ ટેકસ કપાઈ જશે. સુરતના ચોર્યાસી ટોલ પ્લાઝા દિલ્હી મુંબઈ હાઈવે (NH48) છે. કેન્દ્રીય રોડ રસ્તા પરિવહન મંત્રાલયનો આ એક પ્રયાસ છે, જેમાં આવનારા સમયમાં આ પ્રકારના ટોલ પ્લાઝા દેશમાં અન્ય જગ્યાએ સ્થાપિત કરવામાં આવે. જેથી વાહનો રોકવા ન પડે. આ ટોલ પ્લાઝા સુરત અને ભરૂચની વચ્ચે છે.દેશનો પ્રથમ ‘બેરિયરલેસ ટોલિંગ’…
લોકભાષા-ગાંધીનગર :પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે.ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં; આ સેવા પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવાશેપેન્શનરોને તા. 1 મેથી 31 જુલાઈ, 2026 દરમિયાન તેમના ઘરે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા અપાશે, જેથી ગુજરાતના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે; અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતના પેન્શનધારકોને પણ આ સેવાનો લાભ મળશે.જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવા પડશે, બાદમાં પ્રમાણપત્રને…
લોકભાષા-ગાંધીધામ :ગાંધીધામ સ્પેશિયલ પોસ્કો કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.આરોપી જયદીપ સુરેશભાઈ ચૌહાણને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી.આરોપીએ નાબાલિક કિશોરીને લગ્નની લાલચ આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. મે 2024ની ગાંધીધામની ઘટનામાં કોર્ટે ચુકાદો આપ્યો ભોગવનાર ને 1 લાખ વળતર પેટે ચૂકવા સાથે 20 વર્ષ ની કેદ ની સજા ફટકારી હતી.
લોકભાષા-ગાંધીધામ.ગુજરાતના કંડલા ખાતે બંદર અને શિપિંગ કામગીરીમાંથી #GHG ઉત્સર્જન અને #વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે અત્યાધુનિક સંશોધન અને કાર્યક્ષમ વ્યૂહરચનાઓને આગળ ધપાવવા માટે દિનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા અને ICCT ઇન્ડિયા સાથે એક વ્યૂહાત્મક MoU કરી હાથ મિલાવ્યા છે.આ સહયોગ જહાજો, સ્વચ્છ ઇંધણ, બંદર લોજિસ્ટિક્સ અને ઇન-બંદર સાધનોમાં સ્કેલેબલ માર્ગો ચાર્ટ કરશે – ઓછા કાર્બનવાળા દરિયાઇ ભવિષ્ય તરફ ભારતના સંક્રમણને મજબૂત બનાવશે.
Click on image for full letter….. લોકભાષા-ગાંધીધામ :કચ્છ કોંગ્રેસ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 15 અગ્રણીઓને કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છેઆ અંગે કચ્છ કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલ દ્વારા તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના ઉમેદવારોને નુકસાન થાય તેવી પ્રવૃતિ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં યોગેશ પોકાર, કિરણબેન પોકાર, દશરથસિંહ ખગોરત, ઇકબાલ હાજીઅબ્દુલા મંધરા, આમદ હુશેન સંધાર, રમજાન હારુન નોડે (નલિયા), ઈશા આમદ કેર (ભદ્રવાંઢ), નવીન અબચુંગ, હાજીઅબ્દુલ હાજીહુશેન સંધાર, અસલમ લુહાર, ઓસમાણ ભચુ નોતિયાર (નલિયા), જુસબશા ઈસ્માઈલશા સૈયદ(મોથાળા), જુમાબેન મહેશ્વરી, શોકત હુશેન સુમરા (કોઠારા), લોધરા આદમ મુસાનો…
લોકભાષા-ગાંધીનગર :રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વર્ષ 2026ના ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં એકસમાન તારીખોએ વેકેશનનો અમલ કરવાનુ શિક્ષણ વિભાગના પરિપત્રમાં જણાવાયુ છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026ના ઉનાળુ વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે કાળઝાળ ગરમી વચ્ચે વિદ્યાર્થીઓને રાહત આપતા શિક્ષણ વિભાગે 35 દિવસનું લાંબુ વેકેશન જાહેર કર્યું છે.આગામી તા. 04/05/2026થી ઉનાળુ વેકેશન શરૂ થશે અને 07/06/2026 સુધી વેકેશન રહેશે. જ્યારે 08/06/2026 થી શાળાઓ રાબેતા મુજબ પુનઃ શરૂ થશે. આ વર્ષે વિદ્યાર્થીઓને કુલ 35 દિવસનું વેકેશન મળશેનવું શૈક્ષણિક સત્ર 7 જૂનથીવેકેશન પૂર્ણ થયા બાદ 8 જૂન…
લોકભાષા-ગાંધીનગર :રાજ્યમાં ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવામાં ગુજરાત પોલીસ સમગ્ર દેશના મોટા રાજ્યોમાં ત્રીજા ક્રમે આવ્યું છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો રિકવરી રેટ મેળવીને ગુજરાત પોલીસે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ગુજરાત પોલીસે ૪૬.૭૧ ટકાના રિકવરી રેટ સાથે ૫૩,૫૬૪ હેન્ડસેટ સફળતાપૂર્વક મૂળ માલિકને પરત કર્યા. ગુજરાતમાં મોબાઈલ રિકવરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાના નોડલ અધિકારીઓને રાજ્ય પોલીસ વડા ડો. કે . એલ. એન. રાવ દ્વારા સન્માનિત કરાયા હતા. ટેલિકોમ વિભાગ (DoT) અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત રાજ્યે મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં રાષ્ટ્રીય ફલક પર નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના ‘સંચાર સાથી’ પોર્ટલ અને CEIR મોડ્યુલના…
પ્રદેશ ભાજપએ પદાધિકારીઓની નિમણૂક માટે કવાયત હાથ ધરી છે. આગામી ૧મે થી ૩મે જુદા જુદા જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકામા નિરિક્ષકો આવશે અને આ અંગે પ્રક્રિયા હાથ ધરી નામો પાર્લામેન્ટરી બોર્ડમા આપશે ત્યારબાદ પદાધિકારીઓના નામ નિશ્ચિત થશે. આગામી તા. ૧૦મે પહેલા પ્રથમ બોર્ડ મિટિંગ મળે તે પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું હોવાનુ મનાય છે.

