Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીનગર : રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ભારતમાલા પ્રોજ્ક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે (NH-754K) પર સાંચોર-સાંતલપુર સેક્શનના પેકેજ-4માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ હોવાથી, અહીં 28.71 કિલોમીટરના સ્ટ્રેચમાં લાગતો ટોલ ટૂંકી મુદ્દત માટે માફ કરવામાં આવ્યો છે. NHAIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જુલાઇ 2025 સવારે 8 વાગ્યાથી આ નિર્ણય લાગુ થઇ જશે. રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા સુધી 28.71 કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરિકો માટે ફ્રી રહેશે.રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી 125 કિલોમીટરનો માર્ગ એક મહત્વપૂર્ણ ઇકોનોમિક કોરિડોર છે. ભારતમાલા પ્રોજેક્ટનો ઉદેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે…
લોકભાષા-ગાંધીનગર : ફ્રેન્ચ ફ્રાઈસ એ વિશ્વભરમાં લોકપ્રિય સ્નૅક્સ છે અને બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને તે પસંદ હોય છે. ભારત પહેલાં જે ફ્રેન્ચ ફ્રાઈસની આયાત કરતું હતું, તેની હવે ભરપૂર નિકાસ કરી રહ્યું છે. એટલું જ નહીં, ફ્રેન્ચ ફ્રાઈસ, વેફર્સ જેવી ક્રિસ્પ વસ્તુઓ જે પ્રોસેસ્ડ બટાટામાંથી બને છે તેનું પણ ભરપૂર ઉત્પાદન કરી રહ્યું છે. આમાં ગુજરાતનો પણ મહત્વપૂર્ણ ફાળો છે. છેલ્લા બે દાયકામાં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 10 ગણું વધ્યું :2004-05માં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 1 લાખ ટનથી ઓછું હતું અને માત્ર 4000 હેક્ટર જેટલે વાવેતર વિસ્તાર હતો. છેલ્લા 2 દાયકામાં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 10 ગણું વધ્યું છે અને 37,000 હેક્ટર…
લોકભાષા-ગાંધીનગર : વૈશ્વિક માંગ અને જરૂરિયાત મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યુવાનોને કૌશલ્યવાન બનાવી વિકાસ પથ પર આગળ વધારવા ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. વૈશ્વિક સ્તરે ઝડપી ટેક્નોલોજીકલ પ્રગતિ, આર્થિક પરિવર્તન અને વૈશ્વિકરણના પરિણામે યુવાનોને શિક્ષણ તથા રોજગારીની તકોમાં ઉદ્ભવતા પડકારોનો સામનો કરવો પડી રહ્યો હતો. જે અંતર્ગત યુવાઓને જરૂરી કૌશલ્યોથી સજ્જ કરીને રોજગારી મળી રહે તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે તા. ૧૫, જુલાઈના રોજ ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે “યુવા સશક્તિકરણ માટે AI અને ડિજિટલ કૌશલ્યો”ની થીમ સાથે યુવાનોને ઝડપથી બદલાતા શ્રમ બજારમાં સ્પર્ધાત્મક બનાવવા માટે ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’ માનવવામાં…
લોકભાષા-ભુજ :ભુજથી મુન્દ્રા તરફ જતા મુખ્ય માર્ગ બાબીયા અને બરાયા બ્રિજ હાલ જોખમકારક સ્થિતિમાં હોવાથી તાત્કાલિક અસરથી બંને બ્રિજ પર વાહનવહન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જનહિતમાં. આ નિર્ણય લેવાયો છે.જાહેરનામા મુજબ, ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે અને જનસુરક્ષા ધ્યાનમાં રાખી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.વાહનચાલકો માટે વિકલ્પ રૂપે નવી રૂટ જાહેર કરવામાં આવી છે. હવે વાહનચાલકો સુખપર ત્રણ રસ્તા–ધુણઈ–કોડાય પુલ–બિદડા–પ્રાગપર મારફતે અવરજવર કરી શકશે.પ્રશાસને તમામ વાહનચાલકોને અનુરોધ કર્યો છે કે તેઓ જાહેરનામાનું પાલન કરે અને સુરક્ષિત માર્ગોનો ઉપયોગ કરે. વધુમાં, જૂના બ્રિજના ધોરણે કામગીરી…
લોકભાષા-ગાંધીનગર : ગુજરાત સરકારે ન્યાયિક કાર્ય પ્રણાલીને વધુ સુગમ, કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કાયદા મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં કાયદા વિભાગે રાજ્યના ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ૧૨૦૦ ન્યાયાધીશોને રૂ. એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર આપવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત, રાજ્યના અંદાજે ૧૨૦૦ ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ન્યાયાધીશને રૂ. ૮૦,૦૦૦ની કિંમતના ટેબ્લેટ અને રૂ. ૨૦,૦૦૦ની કિંમતના પ્રિન્ટર આપવામાં આવશે. આ માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રૂ. ૧૫ કરોડની જોગવાઈ મંજૂર કરી છે. આ નિર્ણયથી ન્યાયિક પ્રક્રિયાઓમાં ડિજિટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન મળશે. ભારતીય ન્યાય સંહિતાના નવા ફોજદારી કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને…
લોકભાષા-ગાંધીનગર :ભારતમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અનેક વિદ્યાર્થીઓએ વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ થકી વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરીને પોતાની સોનેરી કારકિર્દીને પાંખો આપી છે. ગુજરાતના વિદ્યાર્થીઓના સપનાને પાંખો આપતી રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ હેઠળ અત્યાર સુધીમાં બિન અનામત વર્ગના ૧૪,૯૯૩ વિદ્યાર્થીઓને રૂ. ૨૧૮૨.૪૩ કરોડથી વધુની લોન મંજૂર કરાઈ છે. વંચીતોના વિકાસને વરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શનમાં બિન અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછી વિદેશ અભ્યાસ કરી શકે તથા પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ અમલી બનાવાઈ છે.વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક બિન અનામત…
લોકભાષા-ગાંધીનગર :ગ્રામીણ વિસ્તારના ઘરવિહોણા પરિવારોનું “પોતાના ઘરના ઘરનું” સ્વપ્ન સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી “પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ” અમલમાં મૂકવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ આવાસના નિર્માણ માટે અપાતી સહાયમાં વધારો કરવાનો જનહિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.આ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં “સામાજિક-આર્થિક મોજણી અભ્યાસ-૨૦૧૧” તેમજ “આવાસ પ્લસ સર્વે” મુજબ પાત્રતા ધરાવતા રાજ્યના ઘરવિહોણા તેમજ કાચા આવાસ ધરાવતા પરિવારોને આવરી લેવાનો રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે.તેમણે ઉમેર્યું હતું કે, આ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીઓને ત્રણ તબક્કામાં કુલ રૂ. ૧,૨૦,૦૦૦ની સહાય…
લોકભાષા-ગાંધીનગર : કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરીને બાળકોનું શાળામાં નામાંકન કરાવવામાં આવી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત-૨૦૪૭ના દૂરંદેશી વિઝનને પરિપૂર્ણ કરવા નવી શિક્ષણ નીતિ-૨૦૨૦માં બાળકોના ભણતર સાથે-સાથે તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે રમત-ગમતને પણ ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.રમત-ગમત પ્રત્યે શાળાના બાળકોની રૂચી વધે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તેમજ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ આગામી સમયમાં…
લોકભાષા-ગાંધીનગર : રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી આજે બપોરે ૧૨:૦૦ વાગ્યાથી રાજ્યભરની મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ અભિયાનનો મુખ્ય હેતુ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ, પ્રતિબંધિત દવાઓનો જથ્થો, નિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો છે.આ મેગા ચેકીંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જ, લોકલ…
લોકભાષા-ગાંધીનગર : દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત ક્રૂઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ સાથે ભારતમાં વિશ્વ કક્ષાનો ક્રૂઝ પ્રવાસન ઉદ્યોગ વિકસાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાતે મહત્વનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યએ 2,340 કિમીના દરિયાકિનારા અને સાબરમતી, નર્મદા જેવી નદીઓના વ્યૂહાત્મક મહત્વને ઓળખીને રાષ્ટ્રીય ક્રૂઝ એજન્ડાને આકાર આપવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. ક્રૂઝ ભારત મિશન માટે ક્રૂઝ શિપિંગ પોલિસીની રૂપરેખા નક્કી કરવાના ઉદ્દેશથી ગુજરાત મેરીટાઇમ બોર્ડે (GMB) 6 મેએ એક-દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું, જેમાં વિવિધ હિતધારકોએ હાજરી આપી હતી. GMB દ્વારા આયોજિત આ વર્કશોપમાં ગુજરાત…

