Author: Nidhiresh A Raval
ગાધીધામ મહાનગરપાલિકા બન્યાને છ મહિના થવા આવ્યા છતાં મગનું નામ મરી આપવા તૈયાર નથી. ગાધીધામ મહાનગરપાલિકામાં કિડાણા, ગ્રામપંચાયત રદ કરી મહાનગરપાલિકામાં લેવામાં આવેલ છે પણ સુવિધા પંચાયત જેટલી આપતી હતી એ પણ હવે તો નથી મળતી. જ્યાં જોવો ત્યાં ગટર ઉભારેલ જોવા મળે છે. રસ્તામાં ખાડાઓ જોવા મળે છે. કાચા રસ્તાઓ હોવાથી વરસાદના પાણી ભરેલ રહેતા હોવાથી ગંદકીનો ફેલાવો વધ્યો છે જે ખાડાઓ હરવખતે ગ્રામ પંચાયત વરસાદ બાદ મલબાથી ખાડા ભરી નાખતી હતી. હવે મહાનગરપાલિકા આવુ કંઈ કરવામાં આવ્યું નથી એના લીધે રોગચાળો ફાટી નીકળ્યો છે કચરો લેવા માટે ગાડી વ્યવસ્થા ચાલુ કરી પણ તે વરસાદનું પાણી ભરેલુ રહેતું હોવાથી…
કચ્છી નવા વર્ષની સવારે જ નખત્રાણામા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. અવારનવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને કારણે લોકો ત્રસ્ત બન્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા આ સમસ્યાનુ કાયમી સમાધાન લાવે તે જરૂરી છે.
ઓપરેશન શિલ્ડ’ના ભાગરૂપે રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ કલાક દરમિયાન સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ દરમિયાન નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કચ્છના ભુજમાં સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે તા. ૩૧/૦૫/૨૦૨૫ ના સાંજે ૦૫.૦૦ કલાકે નાગરિક સંરક્ષણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.ભુજ ખાતે આયોજિત નાગરિક સંરક્ષણ મોકડ્રિલમાં આર્મી/હોમગાર્ડ બોર્ડર કોન્વોયને સલામત રીતે ટ્રાફિક મેનેજ કરીને પસાર કરવાની એક્સરસાઇઝ અંતર્ગત રૂદ્રમાતા બ્રીજ ખાતે મોકડ્રીલનું આયોજન કરાશે. સાંજે ૪.૦૦ કલાકે ભુજના મિલિટ્રી સ્ટેશન ખાતે સ્વોર્મ ડ્રોન એટેક મોકડ્રિલનું આયોજન કરાયું છે. જેમાં આર્મી સ્ટેશન ખાતે સ્વોર્મ ડ્રેન એટેકથી ઘાયલોને સારવાર માટે લઈ જવા એમ્બ્યુલન્સ અને નાગરિક સંરક્ષણ દળની મદદ માંગવામાં આવશે. જે બાદ ઘાયલોને જી.કે.જીનરલ હોસ્પિટલ ખાતે…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ઓલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ની પેટા કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક આજે ચેમ્બર કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં કચ્છના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની બિસ્માર સ્થિતિ અને આવનારા ટોલ વધારાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બેઠક ની વિગત પાઠવતાં, ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, “સપ્ટેમ્બર ૨૦૨૪માં’નો રોડનો ટોલ’ આંદોલન દરમિયાન એનએચએઆઇ દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓનું હજુ સુધી પાલન થયું નથી. અગાઉ અપાયેલ ખાતરીઓ ને છ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં, રસ્તાઓની સ્થિતિમાં કોઈ જ સુધારો જોવા મળ્યો નથી. તેમ છતાં એનએચએઆઈ ૧ એપ્રિલ, ૨૦૨૫ થી ટોલ ચાર્જ વધારવાની યોજના…
લોકભાષા-ગાંધીધામ : કચ્છ જિલ્લાની પશુપાલકોની જીવાદોરી અને નિયમિત આવકનો પર્યાય બની ચૂકેલ જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા કચ્છ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ ની તુલનામાં વર્ષ ૨૦૨૪-૨૫ ના ટર્ન ઓવરમાં 9.09% નો વધારો થયો છે. તેમજ દૂધ સંપાદનમાં ગત વર્ષની તુલનામાં 8.71% નો વધારો થયો છે. સરહદ ડેરી દ્વારા વર્ષ 2023-24 ના નાણાકીય વર્ષમાં દૈનિક 4,42,901 લી. પ્રતિદિન દૂધ ઉત્પાદન સાથે ટર્નઓવર 1100 કરોડ થયેલ હતું જે વર્ષ 2024-25 માં દૈનિક 4,81,471 લિટર દૂધ અને 1200 કરોડ (પ્રો) રૂપિયા નું વાર્ષિક ઊથલો નોંધાવેલ છે. જે ગત નાણાકીય વર્ષ ની તુલનામાં ઊથલામાં 9.09% નો વધારો…
લોકભાષા-નલિયા નલિયા પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અલગ-અલગ કેસમાં જપ્ત કરેલો વિદેશી દારૂનો મુદ્દામાલ નષ્ટ કર્યો છે. બોર્ડર રેન્જ ભુજના આઈજીપી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ-ભુજના એસપી વિકાસ સુંડાની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નખત્રાણા વિભાગના ઇન્ચાર્જ ડીવાયએસપી આર.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.એમ. ઝાલાની ટીમે આ કામગીરી પૂર્ણ કરી હતી. નલિયા પોલીસ સ્ટેશનના છાડુરા ગામની સીમમાં કુલ 302 વ્હિસ્કી બોટલ અને 431 બિયર ટિન નષ્ટ કરવામાં આવ્યા હતા. વ્હિસ્કી બોટલની કિંમત રૂ. 1.32 લાખ અને બિયર ટિનની કિંમત રૂ. 43,100 હતી. આમ, કુલ રૂ. 1.75 લાખનો મુદ્દામાલ નષ્ટ કરાયો હતો.મુદ્દામાલ નષ્ટ…
લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના મમુઆરા ગામની સીમમાંથી ધરણી વાઇટક્લે નામની ફેકટરીમાંથી 28.76 લાખનો ચાઇનાક્લે ખરીદીને રૂપિયા ન આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે નવી મુંબઇથી ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પધ્ધર પોલીસ સ્ટેશનમાં ગત 20 માર્ચ 2024ના રોજ મોરબી અમદાવાદના ચાર વેપારીઓ સામે છેતરપીંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં ભુજ તાલુકાના મમુઆરા ગામે રહેતા અને ગામની સીમમાં ધરણી વાઇટક્લે નામની ફેકટરીના માલિક પાસેથી આરોપી જયંતીલાલ મહેતા તેમજ પિયૂષભાઇ હસમુખભાઇ ફેફર (પટેલ), સુખદેવભાઇ કાનાભાલ ખાદા અને અંકિતભાઇ પટેલ નામના શખ્સો રૂપિયા 28,76,641ની કિંમતમાં વાઇટ ચાઇનાક્લેની ખરીદી કરી હતી. ત્યાર બાદ ફરિયાદી…
લોકભાષા-ભુજ : કચ્છમાં ચૈત્ર માસના આરંભ સાથે ગરમીએ પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કર્યું છે. ભુજમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22.7 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું છે. કંડલા પોર્ટમાં 39.9 ડિગ્રી તાપમાન રહ્યું છે. નલિયામાં લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાતા મિશ્ર વાતાવરણ અનુભવાયું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન 21થી 23 ડિગ્રી વચ્ચે રહ્યું છે. ગાંધીધામ શહેરમાં નાગરિકોને રાહત આપવા માટે મુખ્ય ચાર રસ્તા પર પોલીસે છાંયડા માટે ખાસ મંડપ ઊભા કર્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, એપ્રિલ માસમાં હીટવેવની સ્થિતિ વધુ જોવા…
લોકભાષા-મુન્દ્રા : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડએ નાણાકીય વર્ષ 2024-25માં તેના તમામ બંદરો પર 450 મિલિયન મેટ્રિક ટનના કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ કરીને ભારતના દરિયાઇ વ્યાપારમાં અમીટ છાપ ઉભી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિમાં મોખરે અદાણી પોર્ટ મુન્દ્રા છે, જેણે એક જ વર્ષમાં 200 એમએમટી કાર્ગો હેન્ડલિંગ કરનાર ભારતના પ્રથમ બંદર તરીકે ઇતિહાસ રચ્યો છે. આ બેવડી સીમાચિહ્નરૂપ સિદ્ધિ મુંદ્રા પોર્ટને દેશના મુખ્ય વ્યાપારી પ્રવેશદ્વાર તરીકે દર્શાવે છે, તથા ભારતના દરિયાઇ અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમમાં અગ્રિમ તરીકે અદાણી પોર્ટ સેઝના કદને પણ ઉન્નત કરે છે. અદાણી પોર્ટ સેઝના પોર્ટફોલિયોમાં 450 એમએમટી કાર્ગો હેન્ડલિંગની સંયુક્ત સિદ્ધિ કંપનીની કાર્યકારી શ્રેષ્ઠતા અને વ્યૂહાત્મક…

