Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : કચ્છ જિલ્લાની પશુપાલકોની જીવાદોરી અને નિયમિત આવકનો પર્યાય બની ચૂકેલ જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા કચ્છ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ ની તુલનામાં વર્ષ ૨૦૨૪-૨૫ ના ટર્ન ઓવરમાં 9.09% નો વધારો થયો છે. તેમજ દૂધ સંપાદનમાં ગત વર્ષની તુલનામાં 8.71% નો વધારો થયો છે. સરહદ ડેરી દ્વારા વર્ષ 2023-24 ના નાણાકીય વર્ષમાં દૈનિક 4,42,901 લી. પ્રતિદિન દૂધ ઉત્પાદન સાથે ટર્નઓવર 1100 કરોડ થયેલ હતું જે વર્ષ 2024-25 માં દૈનિક 4,81,471 લિટર દૂધ અને 1200 કરોડ (પ્રો) રૂપિયા નું વાર્ષિક ઊથલો નોંધાવેલ છે. જે ગત નાણાકીય વર્ષ ની તુલનામાં ઊથલામાં 9.09% નો વધારો…
લોકભાષા-નલિયા નલિયા પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અલગ-અલગ કેસમાં જપ્ત કરેલો વિદેશી દારૂનો મુદ્દામાલ નષ્ટ કર્યો છે. બોર્ડર રેન્જ ભુજના આઈજીપી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ-ભુજના એસપી વિકાસ સુંડાની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નખત્રાણા વિભાગના ઇન્ચાર્જ ડીવાયએસપી આર.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.એમ. ઝાલાની ટીમે આ કામગીરી પૂર્ણ કરી હતી. નલિયા પોલીસ સ્ટેશનના છાડુરા ગામની સીમમાં કુલ 302 વ્હિસ્કી બોટલ અને 431 બિયર ટિન નષ્ટ કરવામાં આવ્યા હતા. વ્હિસ્કી બોટલની કિંમત રૂ. 1.32 લાખ અને બિયર ટિનની કિંમત રૂ. 43,100 હતી. આમ, કુલ રૂ. 1.75 લાખનો મુદ્દામાલ નષ્ટ કરાયો હતો.મુદ્દામાલ નષ્ટ…
લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના મમુઆરા ગામની સીમમાંથી ધરણી વાઇટક્લે નામની ફેકટરીમાંથી 28.76 લાખનો ચાઇનાક્લે ખરીદીને રૂપિયા ન આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે નવી મુંબઇથી ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પધ્ધર પોલીસ સ્ટેશનમાં ગત 20 માર્ચ 2024ના રોજ મોરબી અમદાવાદના ચાર વેપારીઓ સામે છેતરપીંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં ભુજ તાલુકાના મમુઆરા ગામે રહેતા અને ગામની સીમમાં ધરણી વાઇટક્લે નામની ફેકટરીના માલિક પાસેથી આરોપી જયંતીલાલ મહેતા તેમજ પિયૂષભાઇ હસમુખભાઇ ફેફર (પટેલ), સુખદેવભાઇ કાનાભાલ ખાદા અને અંકિતભાઇ પટેલ નામના શખ્સો રૂપિયા 28,76,641ની કિંમતમાં વાઇટ ચાઇનાક્લેની ખરીદી કરી હતી. ત્યાર બાદ ફરિયાદી…
લોકભાષા-ભુજ : કચ્છમાં ચૈત્ર માસના આરંભ સાથે ગરમીએ પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કર્યું છે. ભુજમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22.7 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું છે. કંડલા પોર્ટમાં 39.9 ડિગ્રી તાપમાન રહ્યું છે. નલિયામાં લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાતા મિશ્ર વાતાવરણ અનુભવાયું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન 21થી 23 ડિગ્રી વચ્ચે રહ્યું છે. ગાંધીધામ શહેરમાં નાગરિકોને રાહત આપવા માટે મુખ્ય ચાર રસ્તા પર પોલીસે છાંયડા માટે ખાસ મંડપ ઊભા કર્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, એપ્રિલ માસમાં હીટવેવની સ્થિતિ વધુ જોવા…
લોકભાષા-મુન્દ્રા : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડએ નાણાકીય વર્ષ 2024-25માં તેના તમામ બંદરો પર 450 મિલિયન મેટ્રિક ટનના કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ કરીને ભારતના દરિયાઇ વ્યાપારમાં અમીટ છાપ ઉભી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિમાં મોખરે અદાણી પોર્ટ મુન્દ્રા છે, જેણે એક જ વર્ષમાં 200 એમએમટી કાર્ગો હેન્ડલિંગ કરનાર ભારતના પ્રથમ બંદર તરીકે ઇતિહાસ રચ્યો છે. આ બેવડી સીમાચિહ્નરૂપ સિદ્ધિ મુંદ્રા પોર્ટને દેશના મુખ્ય વ્યાપારી પ્રવેશદ્વાર તરીકે દર્શાવે છે, તથા ભારતના દરિયાઇ અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમમાં અગ્રિમ તરીકે અદાણી પોર્ટ સેઝના કદને પણ ઉન્નત કરે છે. અદાણી પોર્ટ સેઝના પોર્ટફોલિયોમાં 450 એમએમટી કાર્ગો હેન્ડલિંગની સંયુક્ત સિદ્ધિ કંપનીની કાર્યકારી શ્રેષ્ઠતા અને વ્યૂહાત્મક…
લોકભાષા-ગાંધીધામ : દિનદયાળ પોર્ટ ઓથોરિટી હસ્તકના કંડલા અને વાડીનાર ખાતે દેશના મહાબંદરગાહોમા સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગ કરી મોખરાનુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સતત દેશના પ્રથમવાર ક્રમાંકિત રહેતા દિનદયાળ પોર્ટની ગત વર્ષે પીછેહઠ થઈ હતી જ્યારે આ વર્ષે ફરીથી નંબર વનનું સ્થાન પ્રાપ્ત કર્યું છે મહાબંદર કંડલાએ ટ્રાફિક હેન્ડલિંગમાં ફરીથી નંબર વનનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. દેશના મહાબંદરોની હરીફાઈમાં ગત વર્ષે પારાદ્વીપ પોર્ટ ટ્રાફિક હેન્ડલિંગમાં પ્રથમ આવ્યા બાદ નાણાકીય વર્ષ 2024/25માં પોર્ટના ડાયનેમિક ચેરમેન સોશિયલ કુમાર સિંગની કુનેહથી દિન દયાલ પોર્ટ ફરીથી નંબર વનનું સ્થાન જાળવી રાખવામાં સફળ થઈ છે કંડલા પોર્ટલ 150 મિલિયન મેટ્રિક ટનનો લેન્ડમાર્ક ક્રોસ કરી નંબર…
લોકભાષા-ભુજ : લખપત તાલુકાના સુભાષપર પાસેના સાન્ધ્રો ડેમમાં નાહવા પડેલા દયાપર ગામના બે કિશોરો પૈકી એકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગામ લોકોએ બચાવી લીધો હતો. તો, બીજીતરફ ભુજ તાલુકાના સુખપર ગામના યુવકે તેના કબ્જાના ટેમ્પોના એંગલ પર દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે મૃતકોના પરિવારજનોમાં ગમગીનીનો માહોલ સર્જાઇ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે ઇદના દિવસે દયાપર ગામે રહેતા નોમાન રફીકભાઇ લુહાર (ઉ.વ.17) નામનો કિશોર અને તેના ફઇનો દિકરો ભાઇ અયાન મામદ લુહાર (ઉ.વ.15) બન્ને જણાઓ બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં સુભાષપર પાસે આવેલા સાન્ધ્રો ડેમમાં નાહવા ગયા હતા. બન્ને કિશોર ડૂબવા લાગતાં આસપાસથી લોકો…
લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના ગોડપર ગામ નજીક હોટલ પાસે મંગળવારે બપોરે બલેનો કાર અને બાઇક સામ સામે ધડાકાભેર અથડાતાં કાર રોડની સાઇડમાં પલ્ટી મારી ગઇ હતી. અકસ્માતમાં માંડવી તાલુકાના બાયઠ ગામના યુવાનનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યુ હતું. જ્યારે કારમાં સવાર નાના વરનોરાના ચાર યુવકોને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઇ મૃતક અને ઘાયલના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. માંડવી તાલુકાના બાયઠ ગામે રહેતા સિધિક સતાર માંજોઠી (ઉ.વ.24) નામનો યુવક પોતાની મોટર સાયકલથી ભુજ આવી રહ્યો હતો. ત્યારે ગોડપર નજીક પ્રાઇડરોક નામની હોટલની સામેના…
લોકભાષા-ભુજ : ભુજના યુવાનને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવી લેવાના ચકચારી કેસમાં ગાંધીધામના કિડાણાના દંપતિને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી ઝડપી પાડ્યા છે. આ કેસમાં અગાઉ મુખ્ય સુત્રધાર એવા કોંગ્રેસના નગરસેવક સહિત પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં ત્રણની ધરપકડ કરી લેવાઇ હતી. જ્યારે પોલીસ પકડથી દુર નાસતા ફરતા આરોપી પતિ પત્નીની પકડાઇ જતાં પોલીસે વધુ તપા શરૂ કરી છે. કેસની હકીકત મુજબ બનાવ ગત 17 નવેમ્બર 2024થી 2 ફેબ્રુઆરી 2025 દરમ્યાન બન્યો હતો. ભુજના ખાટકી ફળીયામાં રહેતા મહેબુબ શબ્બીર ખાટકી નામના યુવક સાથે ઇન્સ્ટ્રાગ્રામ પર ગાંધીધામના કિડાણા ગામની શહેનાઝ ઉર્ફે મુસ્કાન મહમદ નોડે નામની યુવતીએ સાથે પરિચય…
લોકભાષા-ગાંધીધામ : પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં રાત્રે મહા આરતી સાથે રાસ ગરબાની રમઝટ જામશે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં અશ્વિન નવરાત્રી પર્વની જેમ જ ઉજવાતા ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના મંદિર પરિસરમાં ગરબીની સ્થાપના કરી દરરોજ રાત્રે માતાજીની આરતી ઉતારવાની સાથે રાસ ગરબા સાથે દુહા છંદનો કાર્યક્રમ યોજાય છે જેમાં ગ્રામજનો સાથે ભાવિકો પણ જોડાય છે તો બીજી તરફ ચૈત્રી નવરાત્રી પર્વને લઈને અહીં મોટી સંખ્યામાં યાત્રિકોમાં આશાપુરા માતાજીના દર્શનાર્થે આવી રહ્યા હોવાથી અહીં મીની મેળાનો માહોલ જોવા મળી રહ્યો છે અશ્વિન નવરાત્રી પર્વની જેમ જ અહીં ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વને લઈને માં આશાપુરા માતાજીના મંદિરને વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટો વડે શણગાર…

