Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ :ગાંધીધામ હાઇવે પર સમશાન પુલિયા નજીક આજે સવારે આશરે 8 વાગ્યાના અરસામાં ટ્રેલર અને પિકઅપ બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બોલેરોમાં સવાર 8 લેબરમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય 7 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.અકસ્મતાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગાંધીધામ હાઇવે પર ભારે વાહનોની બેફામ અવરજવર વચ્ચે અકસ્માતની આ ઘટના ફરી એકવાર માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ સામે સવાલો ઉભા કરે છે. બેફામ દોડતા ભારે વાહનો પર કડક નિયંત્રણ ક્યારે આવશે અને અકસ્માતોમાં વધુ કેટલા જીવ જશે તેવો સવાલ…
લોકભાષા-ભુજ : ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રૂા.૨૮૬ કરોડના વિકાસ કામોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિકાસકામોની ભેટ આપતા મુખ્યમંત્રીએ ગુણવત્તાયુક્ત કામો કરવા પર ભાર મુકતા શહેરીજનોને “વિકસિત ભારત ૨૦૪૭”ના સપનાને સાકાર કરવા સહકાર આપવા તથા શહેરીજનોને સ્વચ્છતામાં પણ અગ્રેસર રહેવા અનુરોધ કર્યો હતો. ઇફકો ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા ગાંધીધામના રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડથી આદિપુર સુધીના અંદાજિત ૧૩૫ કરોડના ખર્ચે લગભગ ૧૦ કિલોમીટરનો રીંગ રોડ, મેઘપર બોરીચી તથા મેઘપર કુંભારડીની ૧૦૦ કરોડથી વધુની પાણીયોજના, ૨૨ કરોડથી વધુના ખર્ચે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા ૨૦ કરોડથી વધુના અલગ અલગ માર્ગોના કામનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું…
લોકભાષા-ભુજ : કચ્છ કલેક્ટર અને મુંદરા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકાના શિર્વાની ગામે સરકારી જમીન પર થયેલું મોટું ગેરકાયદેસર દબાણ મામલતદાર માંડવીની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શિર્વાની ગામના સરકારી સર્વે નંબર ૪૦૮ પૈકીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. આ દબાણમાં ૭૦૦ ચોરસ મીટરના વિસ્તારમાં રહેણાંક મકાન, પતરાવાળું શેડ અને બે દુકાનો તેમજ ૬૦૦ ચોરસ મીટરના વિસ્તારમાં બે ગોડાઉન જેવા દેખાતા રૂમો અને તેની ફરતે દીવાલ બનાવવામાં આવી હતી. આમ, કુલ ૧૩૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર કબ્જો કરવામાં આવ્યો હતો, જેની જંત્રી મુજબની અંદાજિત કિંમત રૂા.૬,૫૦,૦૦૦/- જેટલી થવા જાય છે.…
લોકભાષા-નલિયા : અબડાસા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે તથા ઝાપટાં સ્વરૂપે વરસાદનું આગમન થયું છે. તાલુકાના મુખ્ય મથક નલિયા ઉપરાંત દરિયાકાંઠાના જખૌ, વાયોર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. નલિયા અને અન્ય આસપાસના વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડતાં સમગ્ર પંથકમાં વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને બફારામાંથી રાહત મળી છે. આ વરસાદી ઝાપટાંના કારણે વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાક માટે આ વરસાદ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તેવી આશા સાથે ધરતીપુત્રોમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. વરસાદને પગલે આગામી દિવસોમાં કૃષિ પ્રવૃત્તિઓને પણ નવજીવન મળશે તેમ માનવામાં આવી રહ્યું…
લોકભાષા-ગાંધીનગર :દેશભરમાં વાહન માલિકીની તબદીલી અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ-NOC મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને સરળ બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા પરિવહન પોર્ટલ પર એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે વાહનની માલિકી ફેરફાર અને અન્ય રાજ્યોમાં વાહન તબદીલ કરવાના કિસ્સામાં પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં આ નિર્ણયનો અમલ તા. ૧૫ જુલાઈ ૨૦૨૬થી કરી દેવામાં આવ્યો છે.વાહન ધરાવતા તમામ નાગરિકોને વાહન રેકોર્ડ અને આધાર કાર્ડના રેકોર્ડમાં કોઈપણ પ્રકારની વિસંગતતા કે સમસ્યા સર્જાય નહીં તેવા હેતુથી આ બે મહત્વપૂર્ણ સેવાઓમાં સુધારો કરાયો છે. આ પ્રક્રિયા અંતર્ગત દરેક અરજદારે પોતાના…
સિમી નામનું જાહજ વીશ હજાર ટન એલપીજી લઈ કંડલા બંદરે આવ્યુ શનિવારે રાતે શીપને કંડલા પોર્ટની જેટી નંબર ૧ ઉપર લંગારવામા આવ્યુ હતું ભારતનુ વધુ એક જાહજ હોર્મુઝ પાર કરી કંડલા પોર્ટ પહોંચ્યું કંડલા ખાતે એલપીજી અનલોડિંગની કામગીરી શરૂ કરાશે યુદ્ધની સ્થિતિમા એલપીજી અને ક્રુડની આયાતમાં આવી રહ્યો છે અવરોધ સરકાર દ્વારા સંયમિત વપારશ કરવા કરી છે અપીલ એલપીજીનુ વધુ એક જાહજ કંડલા આવી પહોંચતા એલપીજી રાહત
મોડી રાત્રે એકા એક આગ ભભૂકી ઉઠતા અફડાતફડી ભચાઉ ફાયર બ્રિગેડ સહિત ચાર ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે ચોપડવા પાસે આવેલી રઘુનંદન પલાયવુડ કંપનીમાં આગ
અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો અંજારના હીરાપર, નવાગામ ભુજના મોડસર, મોખાણા સહિતના વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા સાયક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભર ઉનાળે વરસાદ ભારે પવનની સાથે વરસાદ વરસ્યો અમુક સ્થળે કરા સાથે વરસાદ વરસ્યો
લોકભાષા-ગાંધીનગર :ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 ની પરીક્ષાઓના પરિણામની તારીખ આવી ગઈ છે. ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે 4 મેના રોજ જાહેર થશે. તો ધોરણ-10 નું પરિણામ 6 મેના રોજ જાહેર થશે.
લોકભાષા-અમદાવાદ : ગુજરાતમાં હવે ભીષણ ગરમી પડવાની છે. 147 વર્ષ બાદ ગુજરાતમાં ગરમીનો રેકોર્ડ તૂટવાનો છે તેવી ગુજરાતના અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મત મુજબ, ગુજરાતમાં ગરમી વર્ષો જૂના રેકોર્ડ તોડશે. 6 મે બાદ આકાશમાંથી અગનગોળા વરસશે.ગુજરાતમાં ગરમીનો પ્રચંડ વિસ્ફોટ થવાનો છે. આગામી દિવસોમાં ગુજરાત ‘ભઠ્ઠી’ ની જેમ શેકાશે. અંબાલાલ પટેલના લેટેસ્ટ અપડેટ અનુસાર, આ વર્ષે ગરમી 147 વર્ષના તમામ રેકોર્ડ તોડી શકે છે. વર્ષ 1912 માં આવી ભયાનક ગરમી પડી હતી. આ વર્ષમાં ગરમીનો પારો 47 થી 50 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ત્યારે ફરી એકવાર એ જ દિવસો આવવાના છે.

