Click on image for full letter…..
લોકભાષા-ગાંધીધામ :
કચ્છ કોંગ્રેસ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 15 અગ્રણીઓને કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
આ અંગે કચ્છ કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલ દ્વારા તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના ઉમેદવારોને નુકસાન થાય તેવી પ્રવૃતિ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં યોગેશ પોકાર, કિરણબેન પોકાર, દશરથસિંહ ખગોરત, ઇકબાલ હાજીઅબ્દુલા મંધરા, આમદ હુશેન સંધાર, રમજાન હારુન નોડે (નલિયા), ઈશા આમદ કેર (ભદ્રવાંઢ), નવીન અબચુંગ, હાજીઅબ્દુલ હાજીહુશેન સંધાર, અસલમ લુહાર, ઓસમાણ ભચુ નોતિયાર (નલિયા), જુસબશા ઈસ્માઈલશા સૈયદ(મોથાળા), જુમાબેન મહેશ્વરી, શોકત હુશેન સુમરા (કોઠારા), લોધરા આદમ મુસાનો સમાવેશ થાય છે.


