લોકભાષા-ગાંધીનગર :
રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વર્ષ 2026ના ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં એકસમાન તારીખોએ વેકેશનનો અમલ કરવાનુ શિક્ષણ વિભાગના પરિપત્રમાં જણાવાયુ છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026ના ઉનાળુ વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે કાળઝાળ ગરમી વચ્ચે વિદ્યાર્થીઓને રાહત આપતા શિક્ષણ વિભાગે 35 દિવસનું લાંબુ વેકેશન જાહેર કર્યું છે.
આગામી તા. 04/05/2026થી ઉનાળુ વેકેશન શરૂ થશે અને 07/06/2026 સુધી વેકેશન રહેશે. જ્યારે 08/06/2026 થી શાળાઓ રાબેતા મુજબ પુનઃ શરૂ થશે. આ વર્ષે વિદ્યાર્થીઓને કુલ 35 દિવસનું વેકેશન મળશે
નવું શૈક્ષણિક સત્ર 7 જૂનથી
વેકેશન પૂર્ણ થયા બાદ 8 જૂન 2026થી રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
Related Posts
Add A Comment


