લોકભાષા-ગાંધીનગર :
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણને લઈને એક તાકીદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર, આગામી ૩ કલાકમાં ગુજરાતના ૮ જિલ્લાઓમાં મધ્યમ તીવ્રતાના વાવાઝોડા (થંડરસ્ટોર્મ) સાથે ભારે વરસાદ ખાબકવાની પ્રબળ સંભાવના છે.
હવામાન વિભાગની યાદી મુજબ, બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, મોરબી, પાટણ, રાજકોટ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં આગામી ત્રણ કલાક દરમિયાન મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. ૬૧ કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવનઆગામી કલાકોમાં આ આઠેય જિલ્લાઓમાં માત્ર ભારે વરસાદ જ નહીં, પરંતુ ૪૧ થી લઈને ૬૧ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા સેવાઈ રહી છે. વાવાઝોડા અને ભારે પવનની આ સ્થિતિને જોતા સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. નાગરિકોને સાવચેત રહેવા અપીલહવામાનની આ તીવ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સંબંધિત જિલ્લાના નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને કાચા મકાનો કે હોર્ડિંગ્સ નજીક ન ઊભા રહેવાની પણ સૂચના આપવામાં આવી છે.



