લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામમા આશરે 300 જેટલા ગરીબ પરિવારોના ઘરો તોડવાની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેની સામે ન્યાય મેળવવાની માંગ સાથે આજે ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. બહુજન આર્મીના સ્થાપક લખન ધુવાના સમર્થનમાં ગાંધીધામના ઓસ્લો રોડ પર ચક્કાજામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન બહુજન આર્મીના પ્રમુખ વીરૂ પરમાર સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી માર્ગ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે ઓસ્લો રોડ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો.
પોલીસને ઘટનાની જાણ થતાં જ ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે ચક્કાજામ કરી રહેલા તમામ વિરોધકર્તાઓની તાત્કાલિક ડિટેન (અટકાયત) કરી હતી અને તેમને પોલીસ મથકે લઈ ગઈ હતી.
પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઓસ્લો રોડ પરથી વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીધામમાં ગરીબ પરિવારોના ઘરો તોડવાની કાર્યવાહી સામે બહુજન આર્મીનો વિરોધ
ઓસ્લો રોડ પર ચક્કાજામ કરનારા કાર્યકરોની અટકાયત
Previous Articleકચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ
Related Posts
Add A Comment


