લોકભાષા-ગાંધીનગર :
મુખ્યમંત્રીની અધ્યક્ષતામા મળેલી કેબિનેટ બેઠકમાં સૌથી વધુ વપરાતી ‘ટોપ-૨૦’ સરકારી સેવાઓ હવે ‘ડિજિટલ ગુજરાત’ પોર્ટલ પર ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો છે.
આ સેવાઓમાં આવકનો દાખલો (ગ્રામ પંચાયત), આવકનો દાખલો (શહેરી), આવકનો દાખલો (ગ્રામીણ), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર (ગ્રામીણ), નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (ગુજરાત સરકાર) – શહેરી, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (ગુજરાત સરકાર) – ગ્રામીણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર (શહેરી), નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (ભારત સરકાર), અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર (પંચાયત), આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેનું પ્રમાણપત્ર (આવક સાથે) – ગ્રામીણ, આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેનું પ્રમાણપત્ર (આવક સાથે) – શહેરી, રેશનકાર્ડમાં નામ ઉમેરવા બાબત, રેશનકાર્ડમાંથી નામ કમી કરવા બાબત, રેશનકાર્ડમાં સુધારા કરવા બાબત, અલગ રેશનકાર્ડ બનાવવા બાબત, નવા રેશનકાર્ડ માટેની અરજી, ડુપ્લીકેટ રેશનકાર્ડ માટેની અરજી, અન્ય તૈયાર સોગંદનામું (Affidavit), નકલ (Copy) મેળવવા માટેની વિનંતી અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્રણો સમાવેશ થાય છે.



