લોકભાષા-ગાંધીનગર :
ગુજરાત સ્થાપના દિવસે સાથે ગુજરાત માટે વધુ એક ગૌરવની ક્ષણ સામે આવી છે. સુરતમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે. લાંબા સમયથી તેનું ટ્રાયલ કરવામા આવતું હતું. આ સિસ્ટમથી હવે વાહનોને ટોલ બુથ પર વાહનો રોકવાની જરૂર નહિ પડે. ટોલ પ્લાઝા નીચેથી પસાર થતા જ ટોલ ટેકસ કપાઈ જશે. સુરતના ચોર્યાસી ટોલ પ્લાઝા દિલ્હી મુંબઈ હાઈવે (NH48) છે. કેન્દ્રીય રોડ રસ્તા પરિવહન મંત્રાલયનો આ એક પ્રયાસ છે, જેમાં આવનારા સમયમાં આ પ્રકારના ટોલ પ્લાઝા દેશમાં અન્ય જગ્યાએ સ્થાપિત કરવામાં આવે. જેથી વાહનો રોકવા ન પડે. આ ટોલ પ્લાઝા સુરત અને ભરૂચની વચ્ચે છે.
દેશનો પ્રથમ ‘બેરિયરલેસ ટોલિંગ’ માનવ રહિત ટોલ બુથ સુરત જિલ્લાના કામરેજ ચોર્યાસીમાં લોન્ચ કરાયો છે. રાત્રે 12 વાગ્યાના ટકોરે ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે ‘બેરિયરલેસ ટોલિંગ’ સિસ્ટમનો શુભારંભ કરાયો. સુરતના ચોર્યાસી ટોલ પ્લાઝા પર બેરિયરલેસ ટોલિંગ લોન્ચ કરાયો છે. જે દેશનો પ્રથમ બેરિયરલેસ ટોલ પ્લાઝા છે. જેમાં હાઈટેક CCTVથી ફાસ્ટેગ નંબલ પ્લેટ રીડ કરીને ટેક્સ કપાશે. 8 લેન પર 32 હાઈટેલ CCTV મુકાયા છે. નવી સિસ્ટમથી વાહનચાલકોને રાહત મળશે. તેઓને હવે ટોલ પ્લાઝા પર બેરિયર હટાવવાની રાહ નહિ જોવી પડે.
ગુજરાતીઓને મોટી ભેટ : સુરતમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ કરાયું
Previous Articleગુજરાત સરકારના પેન્શનરો માટે ખુશખબર
Next Article વરણુંથી મેડક બેટ વચ્ચે ઇનોવા કાર પલટી જતા અકસ્માત
Related Posts
Add A Comment


