લોકભાષા-ગાંધીધામ :
સોશિયલ મીડિયા પર ઈસ્લામિક સ્ટેટ (ISIS) વિચારધારા ફેલાવનાર આરોપીને પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પશ્ચિમ કચ્છના ભુજ નજીક લોડાઇ ગામનો ફકિરમામદ ઇશા ગગડાને પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી લીધો હતો. આરોપી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અલગ-અલગ એકાઉન્ટ બનાવી ઉશ્કેરણીજનક પોસ્ટ મુકતો હતો. દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકે તેવી પ્રવૃત્તિ ખિલાફત અને જીહાદ માટે લોકોને પ્રેરિત કરતો હોવાની આરોપી સામે ફરિયાદ છે.
પશ્ચિમ કચ્છ એસ.ઓ.જીની ટીમે ચોક્કસ બાતમીના આધારે આરોપી ફકિરમામદ ઇશા ગગડાને ઝડપી લીધો છે.
મોબાઇલ ચેકિંગમાં ગેરકાયદેસર સામગ્રી મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આ અંગે આરોપી વિરૂદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પશ્ચિમ કચ્છ એસઓજીએ ISISની વિચારધારા ફેલાવતા શખ્સને ઝડપી પાડયો
Previous Articleવરણુંથી મેડક બેટ વચ્ચે ઇનોવા કાર પલટી જતા અકસ્માત
Next Article ગુજરાતમાં ગરમી ૧૪૭ વર્ષનો રેકોર્ડ તોડશે
Related Posts
Add A Comment


