લોકભાષા-ગાંધીધામ :
અંજાર વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ અગાઉ બનેલ ચકચારી અપહ૨ણ સાથે રૂ. ૧૦ કરોડની ખંડણીના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજય ખાતેથી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો આ બનાવમાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી ઉપેન્દ્ર અજુદી વિશ્વકર્મા મધ્યપ્રદેશમાં હોવાની બાતમી મળી હતી જેથી તેને પકડવા એલ.સી.બી.ની ટીમ દ્વારા વેશપલટો કરી કેથોરા ગામની આસપાસ આવેલા ખેતરોમાં સોયાબીનના વેપારી તરીકે જઈ આરોપીની ચોક્કસ હકીકત મેળવી વોચ ગોઠવી પકડી પાડયો હતો.
પૂર્વ કચ્છ એલ.સી.બીના પોલીસ ઈન્સપેકટર એન.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ અગાઉ વિજયનગર અંજાર મધ્યેથી થયેલ ચકચારી અપહરણ સાથે ૧૦ કરોડની ખંડણીની માંગણીનો બનાવનો આરોપી ઉપેન્દ્ર અજુદી વિશ્વકર્મા રહે. વિજયનગર અંજાર વાળો કેથોરા તા.બતીયાગઢ જી.દમોહ મધ્યપ્રદેશ ખાતે હોવાની બાતમી મળતાં તેને પકડવા એલ.સી.બી.ની ટીમ દ્વારા વેશપલટો કરી કેથોરા ગામની આસપાસ આવેલા ખેતરોમાં સોયાબીનના વેપારી તરીકે જઈ આરોપીની ચોક્કસ હકીકત મેળવી વોચ ગોઠવી પકડી પાડયો હતો અને આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.