લોકભાષા-ગાંધીધામ :
અંજાર શહેરી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે અંજાર પોલીસે એક આરોપીને પકડી પાડયો હતો જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ સહીત ચાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની મળતી વિગતો મુજબ અંજાર પોલીસે બાતમી હકીકત આધારે અંજાર શહેરમાં ગંગાનાકાથી વરસામેડી રેલ્વે ફાટક તરફ જતા રસ્તે ફોર્ચ્યુનર ગાડી નં. જીજે 11 એસ 9161ને રોકી તેમાં તપાસ કરતા અંગ્રેજી દારૂની વિવિધ બ્રાન્ડનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
અંજાર પોલીસે રેડ દરમિયાન આરોપી બાબુ ઉર્ફે રમેશ માધાભાઈ ભરવાડ ઉ.વ.30 રહે-ગામ-ગેડી ભરવાડવાસ તા.રાપર-કચ્છના કબજાવાળી આ ગાડીમાથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો સાથેનો જથ્થો કિંમત રૂપિયા 254400 તથા બે મોબાઈલ અને ફોર્ચ્યુનર કાર સહિત કુલ રૂપિયા 1271400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આરોપીની પુછપરછ દરમિયાન આરોપીઓ પુના ભાણા ભ૨વાડ રહે.૨ાપર કચ્છ, રામા વજા ભરવાડ રહે. પલાસવા તા.રાપર કચ્છ, વિજય ઉર્ફે વિક્કી કાપડી રહે, આડેસર તા.૨ાપર કચ્છની સંડોવણી બહાર આવી હતી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

