લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમને મળેલ બાતમી મળી હતી કે સિધેશ્વ૨ તળાવની પા૨ ઉપ૨ ગંગાનાકા અંજાર પાસે આદમ ઉર્ફે અધુડો ઉર્ફે અધુ હારૂન બાફણ તથા અલ્લારખા જુસબ નોડે તથા મોહમદ અબ્દુલ કકલ પોતાના કબ્જા ભોગવટાના કેબીન (ઝુંપડા)માં માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરવા સારૂ પ્રવૃત્તિ કરે છે
આ બાતમીના આધારે પૂર્વ કચ્છ એસઓજીએ બાતમી વાળા સ્થળ ઉપર રેઇડ કરી તપાસ કરતા આરોપીઓ પાસેથી માદક પદાર્થ ગાંજો વજન ૪૯૨ ગ્રામ કિંમત રૂપિયા ૪,૯૨૦નો મુદ્દામાલ વેચાણ અર્થે-રાખી મળી આવેલ હોય આરોપીઓ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ અંજાર પોલીસ સ્ટેશનમા ગુન્હો દાખલ કરાવ્યો હતો
પૂર્વ કચ્છ એસઓજીએ આ રેડ દરમિયાન આરોપી આદમ ઉર્ફે અધુડો ઉર્ફે અધુ હારૂન બાફણ ઉ.વ.૩૨, અલ્લારખા જુસબ નોડે ઉ.વ ૨૧, મોહમદ અબ્દુલ કકલ ઉ.વ ૨૦ રહે.ત્રણેય શેખટીંબા ગરાસીયા ફળીયુ અંજારને ગાંજો વજન ૪૯૨ ગ્રામ કિંમત રૂપિયા ૪,૯૨૦, મોબાઈલ ફોન નંગ-૦૩ કિંમત રૂપિયા ૨૦,૦૦૦, એક મોટરસાયકલ કિમત રૂપિયા -૧,૦૦૦૦૦, રોકડા રૂપિયા ૪૧૫૦ મળી કુલ રૂપિયા ૧,૨૯,૦૭૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


