લોકભાષા-ગાંધીધામ :
અંજારના આશાબા વે-બ્રીજ પાસેથી થયેલ મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને મુદ્દામાલ સાથે અંજાર પોલીસે ઝડપી લીધા હતા. આ અંગની મળતી વિગતો મુજબ અંજાર પોલીસ અંજાર શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હ્યુમન સોર્સીસ આધારે ચોરાઉ મોટરસાયકલ સાથે આરોપીઓ માનવ શૈલેષભાઈ પરમાર ઉ.વ.૨૪ રહે.સોનીબજાર બાજુમાં માંડવી ભુજ અને રવિ વિપુલભાઈ પટેલ ઉ.વ.૩૩ રહે. અંજાર મોમાયમાતાના મંદીર પાસે અંજારને ઝડપી પાડ્યા હતા.
અંજાર પોલીસે આરોપીના કબ્જામાંથી પેસન પ્રો.મોટરસાયકલ રજી નં. જી.જે-૨૭ એ.કે.૫૭૩૩ કિંમત રૂપિયા ૩૦૦૦૦ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

