લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ એલસીબીએ અંજાર જીઆઈડીસીમાંથી ગેર કાયદેસ૨ ૨ીતે ચોરી-છળકપટથી મેળવેલ નીમ કોટેડ યુરીયા ખાતરનો જથ્થો ઝડપી પાડયો હતો
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ કચ્છ એલસીબી પી.આઈ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દ૨મ્યાન બાતમી હકીકત મળી હતી કે જીજે-૧૨-એક્સ-૨૦૯૧ વાળા વાહનમાં ખેતીલાયક યુરીયા ખાતર ભરેલ છે. જે હાલે જી.આઈ.ડી.સી. વિસ્તાર અંજારમાં લક્ષ્મી પોલીમર્સમાં ખાલી થઈ રહ્યુ છે

આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે રેઈડ કરતા નીમ કોટેડ યુરીયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. જે બાબતે આરોપી વિનોદભાઈ જયંતીલાલ લીંબાણીની પુછપરછ ક૨તા આ નીમ કોટેડ યુરીયા ખાતરનાં જથ્થાના કોઈ આધાર પુરાવા ન હોય પોલીસ તેની અટકાયત કરી મુદ્દામાલને કબ્જે કર્યો હતો. પૂર્વ કચ્છ એલસીબીએ આરોપીઓ વિનોદભાઈ જયંતીલાલ લીંબાણી ઉ.વ. ૪૨ ૨હે. ૪૩ માધવવીલા, અંજાર મુળ રહે. દેવપ૨ (યક્ષ) તા.નખત્રાણા કચ્છ (ફેક્ટરી માલિક) તથા ભરત છગનલાલ ચૌહાણ ઉ.વ. ૫૨ રહે. મ.નં. ૧૨, ટાટા નગર, જુના બસ સ્ટેશન ભચાઉને યુરીયા ખાત૨ની બેગ નંગ-૨૬૪ કિંમત રૂપિયા ૭૦૩૫૬, મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂપિયા ૧,૧૦,૦૦૦ ટ્રક ૨જી.નં. જીજે-૧૨-એક્સ-૨૦૯૧ કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૬,૮૦,૩૫૬ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ ગુનામાં આરોપીઓ રામજીભાઈ આહિર રહે. કક૨વા તા.ભચાઉ અને મહાદેવભાઈ આહિરના નામો બહાર આવતા તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયો હતો.

