લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અંજારમાથી ચોરાઉ સીપીયુ તેલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે અન્ય બે આરોપીઓ સ્થળ ઉપરથી મળી આવ્યા ન હતા.
આ અંગે મળતી વિગતો મુજબ પુર્વ કચ્છ એલસીબીના પીઆઈ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે નારણનાથ હરીનાથ નાથબાવા તથા કિશોરનાથ નારણનાથ નાથબાવા રહે. બંને અંજાર વાળાઓ પોતાના અંગત ફાયદા સારૂ કંડલા -મુંદરાથી અલગ અલગ તેલ કાચુ તથા રીફાઈન તેલ ભરી જતા ટેન્કરોના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેલ ભરેલ ટેન્કરોમાંથી ડ્રાઈવરો સાથે મળી તેલની ચોરી કરાવે છે અને તેલનો જથ્થો તેઓએ મફતનગરમાં સોનલ બેકરી સામે આવેલ નારણનાથ હરીનાથ નાથબાવાના મકાનમાં સંગ્રહ કરેલ છે.
બાતમીના આધારે એલ.સી.બીની ટીમ દ્વારા તપાસ કરતા એક ઇસમ સ્થળ ઉપર મળી આવતા આ તેલના જથ્થા બાબતે પુછપરછ કરતા તેની પાસે કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાઈ આવતા આરોપીને ધર્મેન્દ્રનાથ રામનાથ નાથબાવા ઉ.વ.૫૦ રહે. મ.નં. ૧૨૯ ૨ામકૃષ્ણ મહાવીરનગર અંજારને ફ્રુડ પામ ઓઈલ (સી.પી.ઓ) તથા રીફાઈન પામ ઓઈલ (આર.પી.ઓ.)તથા કાચુ સોયાબીન તેલ તથા રીફાઇન સોયાબીન તેલ તથા દિવેલ કુલ તેલ લીટર-૧૮૪૦ કિંમત રૂપિયા ૧,૭૩,૪૦૦, ખાલી કેરબા તથા મોટર કિંમત રૂપિયા ૭૯૮૦૦, મોબાઈલ નંગ-૧ કિંમત રૂપિયા ૫૦૦૦ ટેમ્પો નં. જીજે-૧૨-બીઝેડ-૬૪૪૨ કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ કિંમત રૂપિયા ૫,૫૮,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો જ્યારે આરોપી નારણનાથ હરીનાથ નાથબાવા રહે. માધવિલા સોસાયટી, સતાપર રોડ અંજાર અને કિશોરનાથ નારણનાથ નાથબાવા રહે. નગરપાલીકા કોલોની નવા અંજાર સ્થળ ઉપરથી મળી આવ્યા ન હતા ત્રણેય વિરૂધ્ધ અંજાર પોલીસ મથક
ફરિયાદ નોંધાવી વધુ તપાસ અંજાર પોલીસને સોંપી હતી.


