લોકભાષા-ગાંધીધામ :
અંજારમા વાહન ચોરી અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન વાહન ચોરીમાં બે સગીરવયના કિશોર બાઈક ચોરીમા સામેલ હોવાનું બહાર આવ્યું છે.
અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક કિશોરને ચોરાઉ બાઈક સાથે ઝડપી પાડ્યો હતો અને આ ચોરીમા અન્ય એક કિશોરનુ નામ પણ ખુલ્યુ હતુ અંજાર શહેરી વિસ્તારમાંથી હ્યુમન સોર્સીસ આધારે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને પકડી પાડી તેના વાલીવારસને બોલાવી પૂછપરછ ક૨તા તેને અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર સાથે મળી બન્ને મોટર સાયકલ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી જેથી કાયદાના સંઘર્ષમાં આવેલા બને કિશોર વિરૂધ્ધ અંજાર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
અંજાર પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને મોટર સાયકલ નંબર જીજે -12-ઈએ-2355 કિંમત રૂપિયા 30,000 અને મોટરસાયકલ નંબર જીજે -12-ડીઆર-1101 કિંમત રૂપિયા ૨૦,૦૦૦ સાથે ઝડપી લીધો હતો અને તેની પુછપરછ કરતા અન્ય એક સગીર વયનો કિશોર પણ ચોરીમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું બને વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના એ.આર.ગોહિલ પોલીસ ઇન્સપેક્ટર તથા જે.એચ.ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે.