લોકભાષા-ગાંધીધામ :
અંજારના ગુરુકુળ સોસાયટી વિસ્તારમાં બંધ મકાનમાંથી માતા પુત્રના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે પોલીસે મૃતકના વિશેરા એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની મળતી વિગતો મુજબ અંજારના ગુરુકુળ વિસ્તારમાં આવેલ મોકલેશ્વર સોસાયટીના બંધ મકાનમાંથી વૃદ્ધ માતા અને પુત્રના મૃતદેહ મળી આવતા પોલીસે બંને મૃતદેહને પોસ્ટપોટમ માટે ખસેડ્યા હતા અને મૃતકોના વિશેરા મેળવી એફએસએલમા તપાસ માટે મોકલી મૃત્યુનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વધુ મળતી વિગતો મુજબ ગુરુકુળ સોસાયટી નજીક આવેલ મકલેશ્વર સોસાયટીમાં રહેતા મુક્તાબેન દિલીપભાઈ જોશી અને પુત્ર ભાવેશ દિલીપભાઈ જોશી ના મૃતદેહ મળી આવ્યા હતા આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન મૃત્યુનું કારણ જાણવા માટે બંને મૃતકોના વિશેરા એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આ બનાવવાની સાચી હકીકત બહાર આવશે.
આ અંગે વધુ મળતી વિગતો મુજબ મૃતક મુક્તાબેન જોશી બીમારીથી પીડાતા હતા અને પથારીવસ હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે ભાવેશ જોષી અપરણિત હોય માતાની સેવા કરી રહ્યો હતો સવારે પાડોશી તેમને મળવા ગયા ત્યારે આ બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું હતું અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી

