લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમને મળેલી બાતમીના આધારે અંજાર નજીકથી સોયાબીનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે આ ગુનામા અન્ય એક આરોપીની સંડોવણી બહાર આવતા બને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પૂર્વ કચ્છ એલ.સી.બી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે અશોક લેલન્ડ કંપનીનો ટેમ્પો રજી.નં. જીજે-૦૩-બીવાય-૫૮૮૨ વીડી તરફથી પાવર હાઉસ બાજુ કાચા રસ્તે આવી રહેલ છે. જેમા સોયાબીન તેલનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી એલ.સી.બી. ટીમ વોચમાં હતી તે દરમ્યાન ટેમ્પો પસાર થતા તેને અટકાવી તપાસ ક૨તા વાહનમાંથી સોયાબીન તેલનો જથ્થો મળી આવ્યો હતો.
આ બાબતે વાહન ચાલક આરોપી ભીખુભાઈ સુમારભાઈ મહેશ્વરી ઉ.વ. ૨૩ રહે. જેપાર સોસાયટી, વોર્ડ નં. ૧એ, આદિપુર તા.ગાંધીધામની પુછપરછ ક૨તા આ જથ્થાનો કોઈ આધાર પુરાવા ન હોવાનુ જણાઈ આવતા આરોપીને પકડી પાડી અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો
જ્યારે આ કાર્યવાહીમા આરોપી હરીશ ગોયલ રહે. સાધુવાસવાણી કુંજ, આદિપુરની સંડોવણી બહાર આવતા તેના વિરૂદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કાર્યવાહીમા પોલીસે કાચુ સોયાબીન તેલ લીટર-૧૨૦૦ કિંમત રૂપિયા ૯૦૦૦૦, અશોક લેલન્ડ ટેમ્પો રજી.નં. જીજે-૦૩-બીવાય-૫૮૮૨ કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦ મળી કુલે કિંમત રૂપિયા ૩,૪૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવી હતી.