લોકભાષા-ગાંધીધામ :
અંજાર નજીક આવેલી જીનશ કંપનીના ગોડાઉનમાં એકએક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઈ હતી આગે ગણતરીના સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ
સવારના પ્રસાદ એકાએક લાગેલી આગને કારણે ધુમાડાના ગોટેગોટા દુર દુરથી દેખાયા હતા અંજાર નજીકની ઈલેક્ટ્રોનિક આઈટમોનુ ઉત્પાદન કરતી કંપનીના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ કંપનીના કર્મચારીઓને બહાર નીકળવામા આવ્યા હતા. સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
મંગળવારે સવારે અંજાર નજીકની જીનશ કંપનીમા અચાનક ભભૂકી ઉઠેલી આગને કાબુમાં લેવા દશથી વધુ ફાયરબ્રિગેડ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંજાર અને ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત ડીપીએ, ઇઆરસી, વેલસ્પન, કંડલા ટીમ્બર એસોસિયેશન અને નજીકની ઈન્ડસ્ટ્રીઝ સહિતના ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી
કંપનીના ગોડાઉનમાં અચાનક આગ લાગતા પાંચસોથી વધુ કર્મચારીઓને બહાર મોકલી દેવામાં આવ્યા હતા અને ગોડાઉનમાં લાગેલી આગથી ઈલેક્ટ્રોનિક સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ગોડાઉન પાછળ ગાય અને વાછરડા હતા તેને પણ સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી સલામતી માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની જાણ થતાં અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સહિતના આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેના કારણે ધુમાડાના ગોટા ગાંધીધામ સુધી દેખાયા હતા.
જો કે એકાએક ભભુકી ઉઠેલી આગ કયા કારણોસર લાગી હતી તે બહાર આવ્યું નથી. પરંતુ વિકરાળ આગને કારણે દોડધામ મચી ગઈ હતી અને જુદીજુદી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.