લોકભાષા-ગાંધીધામ :
પુર્વ કચ્છ જીલ્લાના બાઈક ચોરીના રિઢા ગુનેગા૨ને ચોરીના પાંચ બાઈક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો તેની સાથે એક કાયદાના સંઘર્સમાં આવેલ કિશોરને પકડી મોટરસાયકલ ચોરીઓનો અંજાર પોલીસે ભેદ ઉકેલ્યો હતો.
આ અંગેની પોલીસે આપેલી માહિતી મુજબ અંજાર પોલીસ સ્ટાફના કર્મચારીઓ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વરસામેડી સીમ વિસ્તારમાંથી એક નંબર પ્લેટ વગરનુ મોટરસાયકલ લઇ આવતા આરોપીની પુછપરછ કરતા બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
અંજાર પોલીસે મોટરસાયકલ સાથે બે ઇસમોને પકડી પાડેલ અને તેઓએ પુછપરછ દરમિયાન બીજા ત્રણ મોટરસાયકલ આગળ બાવળોની ઝાડીઓમાં વરસામેડી સીમમા છુપાવ્ય હોવાનુ બહાર આવ્યુ હતું. પોલીસે કબજે કરેલા બાઈક પૈકી ચાર બાઈક અંજાર તેમજ એક બાઈક રાપરના અલગ અલગ જગ્યાએથી ચોરાયેલા બાઈકનો ભેદ ઉકેલાયો હતો
અંજાર પોલીસે આરોપી હમીર મોતી કોલી ઉ.વ.૨૪ રહે.વવાર વાડી વિસ્તાર તા.મુન્દ્રા મુળ રહે.ગેડી તા.રાપર જી.કચ્છ ભુજ અને કાયદાના સંઘર્સમાં આવેલ કિશોરને ઝડપી તેમના કબજામાંથી યામાહા કપંનીનુ એફ.ઝેડ મોડલનુ તેના ચેસીસ નંબર કિંમત રૂપિયા ૫૦, ૦૦૦, હિરો કપંનીનુ બાઈક કિંમત રૂપિયા ૩૦૦૦૦, હોન્ડા કપંનીનુ ડ્રીમ ન્યુ મોડલ કિંમત રૂપિયા ૩૦૦૦૦, હિરો કપંનીનુ એચ.એફ. ડીલક્ષ મોડલનુ બાઈક કિંમત રૂપિયા ૩૦૦૦૦ અને હોન્ડા કપંનીનુ સાઈન મોડલનુ બાઈક કિંમત રૂપિયા ૩૦૦૦૦ મળી કુલ્લે કિંમત રૂપિયા ૧૭૦૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


