લોકભાષા-ગાંધીધામ :
અંજારમા રાત્રી દરમ્યાન ઘરમાં થયેલ ધાડ-લુટના ગુન્હાને અંજામ આપનાર ગેંગનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે અંજાર પોલીસએ ઝડપી પાડી હતી.
આ બનાવની વિગત મુજબ હિતેશભાઈ સોડાભાઈ કોલી ઉ.વ.૨૮ ધંધો. વેપાર હાલે રહે- મીંથીલા સોસાયટીની બાજુમાં સાંગ નદીના કાંઠે પતરાવાળા ઘરે રાત્રી દરમ્યાન અજાણ્યા ઇસમો દ્રારા ધરમાં ગુહ અપ્રવેશ કરીને હાથ પગ તથા આંખો પર રૂમાલ બાંધી છરી તથા ધારીયા બતાવી તેમની માતાએ પહેરેલ સોના અને ચાંદીના ઘરેણાં તથા તેમના વેવાણ જમુબેન પાસેથી આ અજાણ્યા ઇસમોએ તેમને કાનમાં પહેરેલ સોનાની વાળી ઉતરાવી લીધેલ આમ કુલ સોના ચાંદીના દાગીનાની કિમત રૂપિયા ૭૭, ૦૦૦ લુટ કરી આ અજાણ્યા ઇસમોએ ભોગ બનનાર પરિવારને ગેરકાયદેસર બંદક બનાવી માર મારી અને પ્રાણ ઘાતક હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયેલ હોવાની ફરીયાદી દ્રારા અંજાર પોલીસ સ્ટેશનમા નોંધાઇ હતી.
જે અન્વયે અંજાર પીઆઈ એ.આર.ગોહીલે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલીક ધોરણે પોલીસ સ્ટાફની ટીમો બનાવી ધાડ-લુટના ગુનાને અંજામ આપનાર ગેંગને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સર્વલેન્સ આધારે તેમજ ફરીયાદીએ જણાવેલ આરોપીઓના વર્ણન આધારે ધાડ લુંટ કરતા ઇસમો ૫૨ વોચ રખાવી હતી. દરમિયાન આ ગુનાને અંજામ આપેલ ગેંગના સભ્યો ઈકકો ગાડીથી ભચાઉથી અંજાર તરફ કેનાલ વાળા રસ્તે આવે છે તેવી સચોટ બાતમી હકિકત આધારે વોચ ગોઠવી આરોપી અલ્કેશ બાબુભાઈ કોલી ઉ.વ.30 રહે. પ્લોટ નં. ૧૪૬ અણમોલ સોસા. મે. (બોરીચી) તા.અંજાર મુળ રહે.આડેસર તા.રાપર કચ્છ, ૨મેશ ઉર્ફે ગરીબ પરબતભાઈ કોલી ઉ.વ.૨૪ રહે.આદેશ ટાવર પાછળ મહેશનગર ઝુપડપટ્ટી મુન્દ્રા-કચ્છ મુળ રહે.ખાનપર તા.રાપર કચ્છ, વિજય ઉર્ફે બંટી નાગજીભાઈ કોલી ઉ.વ.૨૮ રહે.નગરપાલીકા સામે કોલીવાસ અંજાર મુળ ૨હે.દાદા ડેરી માંડવી-ભુજ કચ્છ, ખેતો ઉર્ફે ધર્મેશ જવાહરભાઈ કોલી ઉ.વ.૨૫ રહે.રોટરીકલબ ભવાનીપુર બાજુમાં ભચાઉ કચ્છને ચાંદીની પગમાં પહેરવાની તોડી નંગ-૦૨ કિંમત રૂપિયા ૧૦૦૦, ચાંદીના ચુડલા નંગ-૦૨ કિંમત રૂપિયા ૧૦, ૦૦૦, સોનાની કાનમાં પહેરવાની વાળી નંગ-૦૨ ૧०,००० તેમજ ઈકો ગાડી જેના ૨જી.નં.જી.જે-૧૨-એફ.ડી.૫૯૨૪ કિંમત રૂપિયા ૩૦૦૦૦૦ એમ કુલ્લે કિંમત રૂપિયા ૩૨૧૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જયારે આ ગુનામા આરોપી વિનોદ ઉર્ફે કાળો કોલી, હરેશ ઉર્ફે હરી નારાણભાઈ કોલી, જીગર ધીંગાભાઈ કોલી, સુરેશ મોતી કોલીની સંડોવણી બહાર આવતા તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

