શાળા સંચાલક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ : શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી કોગ્રેસ દ્વારા માંગ
લોકભાષા-ગાંધીધામ :
અંતરજાળની સેન્ટપોલ સ્કુલની ચારે બાજુ પાણી ભરાયેલું છે. શાળા સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ઉપર ખતરો હોવાના આક્ષેપો સાથે શિક્ષણ વિભાગ દ્વારા આ સ્કુલ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
આ અંગે ગાંધીધામ શહેર કોંગ્રેસના મહામંત્રી લતીફ ખલીફાએ જણાવ્યું હતું કે સેન્ટપોલ સ્કૂલ અંતરજાળ વિનાયક નગર સોસાયટીમાં આવેલ છે આ સ્કૂલ સંચાલકો તરફથી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી શાળાની આજુબાજુ સાફ સફાઈના અભાવે ગંદકી ફેલાયેલી છે આ શાળામાં અનેક બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમના ભણતર ઉપર તો અસર થાય છે. સાથે સાથે હાલમા ચાંદીપુરા વાયરસનો ખતરો મંડરાયેલો છે ત્યારે વિદ્યાર્થીઓ બીમાર પડશે તો તેમાં જવાબદારી કોની તેવો સવાલ કર્યો છે. સ્કૂલ સંચાલકો અને તંત્ર દ્વારા અહીંથી ગંદકી દુર કરવામાં આવે અને સમસ્યાનો કંઈ નિકાલ લાવવા રજુઆત કરી હતી સ્કુલ નજીક ગંદુ પાણી ભરાઈ જતાં રોગચાળો ફાટે તેવી પરિસ્થિતિ છે શાળાની ચારે બાજુ પાણી ભરાયેલા છે સ્કૂલના કમ્પાઉડમાં પણ પાણી ભરાયા છે. આ સ્કૂલ સંચાલકો વિરુદ્ધ પગલા લેવા જોઈએ તેવી લતીફભાઈ ખલીફા મહામંત્રી ગાંધીધામ શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરી હતી.


