લોકભાષા-ગાંધીધામ :
અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા ૧૫મો દ્વિવાર્ષિક ચાર દિવસીય અધિવેશનનો રાષ્ટ્રીય કાર્યકારિણી સભાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય પ્રમુખ સુરેન્દ્ર ખટ્ટર, કપીલ લાખોટીયા (આઇ.પી.પી), બલરામ સુલતાનીયા (પીએનપી), વિકાસ અગ્રવાલ (એન વી.પી .એચ.એ), સુંદર
પ્રકાશ રાષ્ટ્રીય જનરલ સક્રેટરી,યશા મોદી (એનવીપી) અંકિત મોડા (એન ટી) મીનુ ગોયલ (એસપી ગુજરાત) યસપાલ શર્મા,સ્વીટી ગોયલ, હૃદય ગોયલ, સ્વાગત અધ્યક્ષ નંદલાલ ગોયલ કાર્યકારાણી શરુઆત કરાવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત રાષ્ટ્રીય પ્રમુખ સુરેન્દ્ર ભટ્ટરનુ સન્માન પાઘડી, ફૂલહાર અને ખેસ પહેરાવી કરવામાં આવ્યુ હતું. અન્ય સભ્યોનુ ફૂલહાર અને ખેસથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. ચતુર્દશમ કાર્યકારિણીની પંચમ બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર ભટ્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
રાષ્ટ્રના ૫૦ થી વધુ સભ્યોની હાજરીમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ભૂતકાળમાં થયેલા કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ
ભવિષ્યમાં થનારી અસંખ્ય જનસેવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બંધારણીય સુધારાની વિવિધ જોગવાઈઓ પર વિસ્તૃત ચર્ચા કર્યા બાદ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. સભાની શરૂઆતમાં જ સંસ્થાપક પ્રમુખ સ્વ. પ્રમોદ સરાફ જીને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. રાષ્ટ્રીય મહામંત્રી સુંદર પ્રકાશે મંચનું સંચાલન કર્યું હતું. તેવું મીડીયા ઇન્ચાર્જ
અશોક મિતલ અને પારસ જોયાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


