લોકભાષા-ભુજ :
અબડાસા તાલુકાના રાતા તળાવ ગૌશાળાથી આગળ કારને રોકાવીને ભુજ તાલુકાના સણસરા ગામના યુવકને તે ખાણ ખનીજમાં મારી ગાડી પકડાવી છે. તને જીવતો નહીં છોડું કહીને બે શખ્સોએ લોખંડનો પાઇપ માથામાં મારી ધોકા લાકડીથી માર મારીને ઇજા પહોંચાડી હતી. ઘાયલે નલિયા પોલીસ મથકમાં ભીમપર ગામના બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
ભુજ તાલુકાના સણસરા ગામે રહેતા અને ડ્રાઇવીંગ કરતા સોમજી ઉર્ફે રાણા રામજીભાઇ રબારીએ અબડાસાના ભીમપર ગામના શક્તિસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને તેમના મામા વંકાજી કાનાભાઇ રબારી બુધવારે સાંજે અબડાસાના સણસરા ગામેથી કોઠારા તરફ કારમાં જઇ રહ્યા હતા. ત્યારે રાતા તળાવ ગૌશાળાથી આગળ આરોપીઓએ તેમની કારને હાથ આડો મુકી રોકાવી હતી. ત્યાર બાદ યશપાલસિંહે કહ્યુ હતું કે, તે મારી ગાડી ખાણ ખનીજમાં પકડાવી છે. તને જીવતો નહીં છોડુ કહીને ગાળા ગાડી કર્યા બાદ ધોકાથી માર માર્યો હતો. ફરિયાદીના મામા વચ્ચે પડતાં બન્ને આરોપીઓએ ફરિયાદીના મામાને માર મારીને શક્તિસિંહ જાડેજાએ ફરિયાદીના માથા પર લોખંડનો પાઇપ ફટકારીને ઇજા પહોંચાડી હતી. નલિયા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી છે.

