લોકભાષા-ભુજ :
અબડાસા પંથકમાં ફેલાયેલી ભેંદી બીમારીમાં મૃત્યુ થવાની સંખ્યમો વધી રહી છે વધુ બેના મૃત્યુ નિપજતા મૃત્યુ આંક આંક ૧૭ પર પહોંચ્યો હતો. કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં બિમારીથી મૃત્યુ આંક વધતા લોકોમા વધતી ચિંતા વ્યાપી છે
હાલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રભારી મંત્રી પ્રફૂલ્લ પાનશેરીયા, આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી સહિતનો કાફલો હાલ અસરગ્રસ્ત તાલુકાઓની મુલાકાતે પહોંચ્યો છે. આ દોડધામ વચ્ચે વધુ એક જત યુવકનું મૃત્યુ નીપજ્યું છે.
મરણ જનાર ૪૨ વર્ષિય અલાના જત અબડાસાની ભારાવાંઢનો હતો. અલાના જત અને તેનો ૧૫ વર્ષિય કિશોર પુત્ર બે સોમવારે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા
આરોગ્ય તંત્રએ જણાવ્યું કે ગઈકાલે પુત્રનું મૃત્યુ નીપજ્યાં બાદ ભાંગી પડેલા અલાના જત સારવાર પડતી મૂકીને પરત ઘરે ચાલ્યો ગયો હતો. તેના ટ્રેસીંગ માટે આરોગ્ય તંત્રની ટીમ તપાસ કરી રહી હતી ત્યાં આજે નિવાસસ્થાને જ અલાના જતે દમ તોડી દીધો હોવાનું બહાર આવ્યું છે.
આમ, ૨૪ કલાકમાં ભારાવાંઢના પિતા પુત્ર અને ૩૬ વર્ષિય મીસુબેન અબુબકર જત સહિત ત્રણ જણના મૃત્યુ નીપજ્યાં છે. એક તરફ, તંત્ર હજુ લેબોરેટરીના રીપોર્ટની રાહ જોઈ રહ્યું છે ને બીજી તરફ માનવ મૃત્યુનો સિલસિલો યથાવત્ રહ્યો છે. અલાના જતના મૃત્યુ સાથે કુલ મરણાંક ૧૭ પર પહોંચ્યો છે.