લોકભાષા-ભુજ :
કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને લઈને તંત્ર દોડતું થઈ ગયું છે અત્યાર સુધી 15 વ્યકતીઓના મોત નિપજ્યા છે
આવતીકાલે તા. ૧૧/૦૯/૨૦૨૪ના રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આરોગ્ય મંત્રી સાથે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયા પણ આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહેશે. આરોગ્ય મંત્રી અને પ્રભારીમંત્રી કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની સ્થિતિની સમીક્ષા કરશે.
આ ઉપરાંત કચ્છ જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અને તબીબી માળખાકીય સુવિધાઓ અંગે બેઠકમાં સમીક્ષા કરાશે. આ બેઠક બાદ આરોગ્ય મંત્રી અને પ્રભારીમંત્રી કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા વિસ્તારોની જાત મુલાકાત લઈને આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે.
ઉલ્લેખનીય એ છે કે લખપત અબડાસા તાલુકામાં સ્થિતિ વણસી છે લોકોને આરોગ્ય સેવા અપૂરતી મળે છે ત્યારે આ બાબતે તંત્રએ ઘટતું કરવું જોઈએ