લોકભાષા-આણંદપર :
જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.તેવા મીની તરણેતર સમાન કચ્છના મોટામાં મોટો એવા મોટાયક્ષના મેળાને આજે તા.૨૨/૯/૨૪ને રવિવારના રોજ ખુલ્લો મુકવામાં આવશે સૌ પ્રથમ સવારે ૮:૩૦ કલાકે સાંયરા(યક્ષ) લાખાડી ડુંગળની તળેટીમાં આવેલ ભીખુઋષિ મંદિરે ધ્વજારોહણ અને પ્રસાદ ત્યારબાદ ૯:૩૦ વાધે પુજારી નવીનભાઈ ભોવાના ઘરેથી વાજતેગાજતે મોટાયક્ષ દાદાના મંદિરે પહોંચી ભોવા પરિવાર દ્વારા યક્ષદાદાને વાજતે ગાજતે વાઘા અને આભૂષણો પહેરાવવામાં આવશે ત્યારબાદ નિશાન (ધ્વજા) મહાઆરતી કરવામાં આવશે.ત્યારબાદ ૧૧:૦૦ કલાકે વિધિવત મેળાને ખુલો મુકવામાં આવશે.આ મેળાના ઉદ્દઘાટનમાં રાજ્યના પ્રવાસન,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ મંત્રી- મુળુભાઈ બેરાના હસ્તે મેળાનું ઉદઘાટન કરવામાં આવશે.આ મેળામાં પ્રફુલભાઈ પાનસેરિયા(પ્રભારી મંત્રી કચ્છ શિક્ષણ મંત્રી) રા.ક.ગુ.રાજ્ય અતિથિ વિશેષ,સાંસદ વિનોદભાઈ ચાવડા,જી.ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જી.પંચાયત પ્રમુખ, કચ્છના જનકસિંહ જાડેજા ધારાસભ્યો પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, કેશુભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ દવે, ત્રિકમભાઈ છાંગા, ભાવનાબેન પટેલ(તા.પં. પ્રમુખ-નખત્રાણા), ક્ષત્રિય સંઘાર સમાજના પ્રમુખ વાલજીભાઈ સંઘાર-પીપરી, સમાજના અગ્રણીઓ સુરેશભાઈ સંઘાર-બીદડા, શિવજીભાઈ સંઘાર-શેરડી સહિતના રાજકીય,સામાજીક અધિકારીઓ,પદાધિકારીઓ,અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.રાત્રે ૧૦:૦૦ કલાકે કચ્છ-સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો વિજયદાન ગઢવી,રાજેશભાઈ ગઢવી,નૈતિક વ્યાસ દ્વારા સંતવાણી યોજાશે.
તા.૨૩/૯/૨૪ના સવારે ૮:૩૦ કલાકે યક્ષદાદાની પહેડી(થાળ) આજુબાજુના ગામલોકો દ્વારા ચડાવવામાં આવશે , રાત્રે ૯:૦૦ કલાકે ભોજાય રામા મંડળ દ્વારા રામદેવનું આખ્યાન તા.૨૪/૯/૨૪ના સવારે ૯:૩૦ કલાકે કચ્છ-સૌરાષ્ટ્રના પ્રખ્યાત મલીઓ દ્વારા બખ મલાખડો યોજાશે.તા.૨૫/૯/૨૪ના સાંજના ૮:૦૦ કલાકે ગ્રામ પંચાયત,ભોવા પરિવાર,ટ્રસ્ટીઓ તથા સહયોગી સંસ્થાઓ દ્વારા સ્નેહ મિલન તથા મેળાની પૂર્ણાંહુતી કરવામાં આવશે.
આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવો ના બને તે માટે ડીવાયએસપી ભગોરાના માર્ગદર્શન હેઠળ ૩ પી.આઈ.૧૦ પી.એસ.આઈ.,૨ મહિલા પી.એસ.આઈ.,૨૫૦થી વધારે પોલીસ જવાનો,મહિલા પોલીસ તેમજ ૫૦ હોમગાર્ડ જવાનો સાથે મહિલા પોલીસ પણ ખડે પગે રહેશે.તેમજ સ્થાનિક ભોવા પરિવારના ૯૦ યુવકો દ્વારા સ્વયસેવકો તૈનાત કરવામાં આવશે.
મેળા અધ્યક્ષ ધીરૂભાઇએ જણાવ્યું હતું કે માહિતી ખાતા દ્વારા મેળામાં આવતા લોકોને માહિતી ખાતા દ્વારા સરકારી યોજનાઓ તેમજ બીજી અનેક યોજનાઓથી વાકેફ કરવામાં આવશે અને પબ્લિસિટી કરશે તેવું જણાવ્યું હતું તે સિવાય આરોગ્ય ખાતું,એકસો આઠની સુવિધાઓ,પાણીની ચોવીસ કલાક સુવિધા જેમાં કલોરીગ કરી પાણીની સગવડ સ્ટેન્ડ પર રાખવામાં આવી છે.ફાયર બ્રિગ્રેડ,અને મેળા કોઈ લેભાગુ તત્વોને પકડવા માટે બાજ નજર માટે નાની મોટી બજારો,મનોરંજન સ્થળ મંદિર તેમજ ભીડભાડ વિસ્તારમાં સી.સી.ટી.વી.કેમેરા લગાવવામાં આવ્યા છે.
આ વર્ષે વરસાદ સારો થતા છથી સાત લાખ સહેલાણીઓ ઉમટશે.તેમજ ગત વર્ષની જેમ આ વર્ષે પણ પાણીના પાઉંચનો ઉપયોગ ન કરવો અને જે કોઈ પણ કાયદાનો ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી સાથે દંડ કરવામાં આવશે.મનોરંજનમાં વિવિધ રાઇડશો જેમાં ચગડોળ,મોતના કુવા,ડ્રેગન ફેન,જાદુગર તેમજ અનેક આઇટમો મનોરંજન પુરૂ પાડશે.આ મેળા મોટી મોટી સાત બજારો ઉભી કરવામાં આવી છે.જેમાં સાતસોથી વધારે સ્ટોલો ઉભા કરવામાં આવ્યા છે.જેમાં ખાણી પીણી,આઈસ્ક્રીમ ઠડા-પીણા,કટલેરી,સૌંદર્ય પ્રસાધનો,રમકડાં,ફળ-ફરાદિ,ચા-નાસ્તો,હોટલ,ફરસાણ તેમજ લોજના સ્ટોલો ઉભા કરવામાં આવ્યા છે.આ મેળામાં કોઈ જાતની તકલીફ ના પડે તે માટે મેળા સમિતિના અધ્યક્ષ ધીરજભાઈ પટેલ, ઉપાધ્યક્ષ સંગીતાબેન ઠક્કર,યક્ષ દેવના પુજારી નવીનભાઈ ભોવા,નારણભાઈ ભોવા,પહેડી સમિતિના પ્રમુખ રતનભાઈ ભોવા,ડોશાભાઈ ભોવા,રામજીભાઈ ભોવા,સામંતભાઈ ભોવા, બાબુભાઈ ભોવા,મહેશભાઈ ભોવા તેમજ મોટાયક્ષ સમસ્ત ભોવા પરિવાર, મોટાયક્ષ ટ્રસ્ટ પરિવાર, સાંયરા(યક્ષ) જુથ ગ્રામ પંચાયત પરિવાર સહિતનો જહેમત ઉઠાવી રહ્યા છે.તેવું સાંયરા(યક્ષ)ના તલાટી મહેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.


