લોકભાષા-ભુજ :
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૪ ઓકટોબરના રોજ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.૨૮.૪૬ના કુલ ૬ કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ. ૮૯.૨૧ કરોડના ૯ કામોનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂ.૧૧૭ કરોડથી વધુના વિવિધ વિકાસકામોની કચ્છવાસીઓને ભેટ આપશે.
મુખ્યમંત્રીની આ મુલાકાતમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો સર્વ કેશુભાઇ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરૂધ્ધભાઇ દવે તથા ત્રિકમભાઇ છાંગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ લોકાર્પણના કાર્યક્રમમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ. ૨૯.૯૪ કરોડના ખર્ચે બનેલ માંડવી ભાગ-૩ જુથ સુધારણા યોજનાનું લોકાર્પણ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ. ૧૯.૨૨ કરોડના ખર્ચે બનેલ ભુજ ભાગ-૨ જુથ સુધારણા યોજનાનું લોકાર્પણ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ.૧૦.૪૨ કરોડના ખર્ચ બનેલ ૬૬ કે.વી ભાડિયા સબસ્ટેશનનું લોકાર્પણ, શિક્ષણ વિભાગના રૂ. ૮.૮૯ કરોડના ખર્ચે કચ્છ જિલ્લાની ૧૩ પ્રાથમિક શાળાઓમાં કુલ ૪૮ નવીન ઓરડા, શાળા રિપેરિંગ અને ટોઇલેટ બ્લોકનું લોકાર્પણ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ.૭.૨૭ કરોડના ખર્ચ બનેલ ૬૬ કે.વી કુનરિયા સબસ્ટેશનનું લોકાર્પણ, મહેસુલ વિભાગ દ્વારા રૂ. ૭.૧૨ કરોડના ખર્ચે ભુજ ખાતે નવીન પ્રાંત અને મામલતદાર(શહેર) કચેરીનું લોકાર્પણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. ૪.૨ કરોડના ખર્ચે બનેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર, જનાણનું લોકાર્પણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. ૧.૦૯ કરોડના ખર્ચે બનેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , અંજારનું લોકાર્પણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. ૧.૦૬ કરોડના ખર્ચે બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોટા કાંડાગરાનું લોકાર્પણ
આમ, કુલ રૂ. ૮૯.૨૧ કરોડના ખર્ચે ૦૯ કામોનું ઇ-લોકાર્પણ કરાશે.
જયારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિમાર્ણ વિભાગ દ્વારા રૂ.૮.૧૬ કરોડના ખર્ચે બનનાર ભુજ ખાતે મોડલ ફાયર સ્ટેશનનું ઇ-ખાતમૂર્હુત, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા રૂ. ૬.૯૮ કરોડના ખર્ચે બન્ની જૂથ પાણી પુરવઠા યોજનાનું સુદ્રઢીકરણનું ઇ-ખાતમૂર્હુત, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રૂ.૬.૦૫ કરોડના ખર્ચે ગઢશીશા-મંગવાણા-યક્ષ રસ્તાના કિ.મી ૩૮/૦૦ થી ૩૯/૦૦ વચ્ચે નવો પુલ કામનું ઇ-ખાતમૂર્હુત, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રૂ. ૩ કરોડના ખર્ચે મોથાળા કોઠારા રસ્તાના ૧ કિ.મીનું મજબૂતીકરણનું ઇ-ખાતમૂહુર્ત, મહેસૂલ વિભાગ દ્વારા રૂ. ૨.૯૨ કરોડના ખર્ચે ભુજ ખાતે મહેસૂલ વિભાગના ડી-૧ કક્ષાના ૬ કવાર્ટસનું ઇ-ખાતમૂહુર્ત, શિક્ષણ વિભાગ દ્વારા રૂ. ૧.૩૫ કરોડના ખર્ચે કચ્છ જિલ્લાના માનપુરા અને આણંદપર યક્ષ પ્રાથમિક શાળાના કુલ ૯ નવીન ઓરડાનું ઇ- ખાતમુહૂર્ત કરશે
આમ, મુખ્યમંત્રીના વરદહસ્તે રૂ. ૨૮.૪૬ કરોડના કામનું ખાતમૂહુર્ત કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં મુખ્યમંત્રી અંદાજે રૂ. ૧૧૭.૬૭ કરોડથી વધારે ખર્ચના કુલ ૧૫ કામનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.