લોકભાષા-નલિયા :
અબડાસા તાલુકાના છસરા અને વડસર ગામના ખેડૂતો દ્વારા અબડાસા તાલુકાના નાયબ કલેકટર તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ
જેમાં હાલ વડસરના સીમાડામાં જે આડબંધ બાંધવામાં આવ્યું છે આ આડબંધના પાણી સાથે દરિયાનું પાણી પણ ભેગું થઈ ગયું છે જે બંધ હાલ તૂટી ગયેલ છે અને આ આડબંધના કારણે વડસર અને છસરાની ખેતીની જમીન હાલમાં ધોવાણ થઈ ગઈ છે જેથી આ બંધ હવે પછી તેનું સમારકામ કરવામાં ન આવે તે સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં છસરા અને વડસર ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે આ આડબંધના કારણે અમારા વડસર અને છસરા ના ગામની ખેતીની જમીનનું ધોવાણ થઈ ગયેલ છે અને આ ધોવાણના કારણે આ ખેતીની જમીનમાં હાલ વાવણી થઈ શકે તેમ નથી આડબંધના પાણીના કારણે આ જમીન બિન ઉપયોગી થઈ ગયેલ છે અમે વડસર અને છસરાના ખેડૂતો ખેતી કરી અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ અમારી પાસે આ અમારી ખેતીની જમીન સિવાય બીજું કાંઈ પણ આજીવિકા નું સાધન નથી આ આડબંધના પાણીના કારણે અમારી ખેતીની જમીનો ખરાબ થઈ ગયેલ છે પરિણામે અમને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયેલ છે વધુમાં આ આડબંધના કારણે વડસર અને છસરા ગામની અંદર પણ પાણી આવે છે જેથી આ બંધ રીપેરીંગ કરવામાં ના આવે એવી અમારી માંગ છે. આ આડબંધના પાણીના કારણે વડસર અને છસરાની આશરે ૫૦૦ એકર જેટલી જમીન ધોવાઈ ગયેલ છે. તેમ જણાવ્યું હતું.

