લોકભાષા-ગાંધીધામ :
કચ્છના આડેસરમા નવરાત્રીના ગરબામાથી પરત આવતી 18 વર્ષીય યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ દફ્તરે નોંધાતા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
આડેસર પોલીસ મથકે ભોગ બનનારે દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવતાં આ મામલે પોલીસે યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે થોડા દિવસ અગાઉ નવરાત્રીના ગરબામાંથી પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં તેને ચક્કર આવતા તે માર્ગની બાજુમાં બેસી ગઈ હતી. ત્યારે બે લોકો યુવતીને પાણી પીવડાવા માટે કારખાનામાં સાથે લઈ ગયા હતા, જો કે થોડીવાર બાદ કારખાનાનો માલિક ત્યા આવ્યો હતો અને બે લોકોને બહાર કાઢી ફરિયાદી યુવતીને અપશબ્દો બોલી તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગેની વધુ મળતી વિગતો મુજબ આડેસરના મહાદેવનગરમાં આરોપી પ્રવિણ કરશન ગોયલના પેવર બ્લોકના કારખાનામાં દુષ્કર્મનો બનાવ બન્યો હતો જે બાબતે આડેસર પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ આરોપીને પકડી પાડવા ભચાઉ વિભાગની અલગ અલગ પોલીસ ટીમો બનાવી પોલીસે આરોપી પ્રવિણ કરશન ગોયલ (રજપુત), (રહે.ભીમાસર તા.રાપર) ને ગણતરીના સમયમાં રાઉન્ડ કરી પકડી પાડ્યો હતો.