લોકભાષા-ગાંધીધામ :
વાગડ સૌથી આગળના નારાઓ આપવામાં આવે છે ત્યારે આડેસર પીએચસીમાં કોઈ જવાબદાર હાજર ન હોવાથી પ્રસુતાને કસુવાવડ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે પ્રસુતાના પરિવાર જનો દ્વારા બાજુના રૂમમાં જવાબદારોને બોલાવવા જતા તોછડું વર્તન કરવામાં આવ્યુ હોવાની પણ ફરિયાદ કરી હતી.
આ બનાવની મળતી વિગતો મુજબ આડેસર પીએચસીમાં ઇન્ચાર્જ ડોક્ટર ફરજ પર હાજર નહીં હોવાથી રાતે પીએચસીની બહાર જ પ્રસુતાની કસુવાવડ થતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો
એકતરફ રાપર તાલુકાનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ કરાયો છે અને આરોગ્ય સુવિધા માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ આડેસરમાં બનેલી ઘટનાએ સ્થાનિકે લોકોને હચમચાવી નાખ્યા છે. આ બનાવની વધુ મળતી વિગતો મુજબ આડેસર પીએચસીમાં પ્રસુતાના ઈકો ગાડીમાં લઈને આવ્યા હતા ત્યારે અહીં ડોકટર સહિત કોઈ સ્ટાફ હાજર ન હતો. પરિણામે પ્રસુતાને ઈકો કારમા જ કસૂવાવડ થઈ હતી જેનો વીડિયો પણ વાયરલ થયો છે.
આ વાયરલ વિડિઓમાં આડેસર પીએચસીની બહાર ઈકો ગાડીમાં એક મહિલાને ડિલિવરી થવા છતાંય ત્યાં કોઈ સ્ટાફ કે ડોક્ટર ના આવતા માનવતાને શરમાવે તેવી ઘટના બની હોવાનું જણાય છે. જ્યારે નજીકમાં ઉભેલી 108નાં સ્ટાફે મહિલાની પીડાને સમજીને તાત્કાલિક જરૂરી સારવાર કરી હતી.વાયરલ વિડિયોમા દર્દી સાથે આવેલ લોકો પણ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર હાજર ન હોવાનું જણાવી રહ્યા હતા.વિડીયોમા સર્ગભા માટે સ્ટેચર પણ મહિલાના સંબંધી લાવતા નજરે પડે છે તો જે સર્ગભાને કસુવાવડ હોસ્પિટલની બહાર થઈ હતી અને બાળક મૃત જન્મ્યું હોવાનું જાણવા મળ્યું હતું રાત્રીના ભાગે કોઈ ડોક્ટર હાજર નહોતું માત્ર સ્ટાફ નર્સથી પીએચસી ચાલી રહી છે. આડેસર અને ભીમાસર પીએચસીમા અવાર નવાર ડોક્ટર હાજર ન હોવાની ફરિયાદો ઉઠતી રહે છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી ત્યાં ડીલેવરી જીરો ટકા ઉપર પહોંચી ગઈ છે કારણકે ઇન્ચાર્જના હવાલે ચાલતી પીએચસીમાં રેગ્યુલર ઓપીડી પણ થતી નથી.
આ અંગે પ્રસુતાના પરિવારના હનીફ કાસમ નાગોરી ઉડાઉ જવાબ આપ્યો હોવાનુ વિડીયોમા જણાવી રહ્યા છે.