લોકભાષા-ભુજ :
જનનાયક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૪માં જન્મદિવસ નિમિતે કચ્છના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ભવન મધ્યે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં સરકારની વિવિધ સેવાકીય યોજનાઓના લાભ છેવાડાના નાના માં નાના માનવી સુંધી પહોચાડવામાં આવેલ. દિવ્યાંગો ને સાધન સહાય સાંસદ તરફથી વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે દેશ ના સમર્થ જનનાયક, કરોડો વિકાસ વંચિતો ને વિકાસ ના મુખ્ય પ્રવાહમાં લાવનાર, ભારત ને મજબુત, સમૃધ્ધ અને સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર આ સદીના યુગ પુરુષ આત્મનિર્ભર ભારત રાષ્ટ્ર સર્જક આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વાસ્થય અને દીર્ઘાયુની પ્રાર્થના સાથે આજે વિકાસ વંચિતો, દિવ્યાંગો ને સરકારી યોજના અને અમારી સંસ્થા સમાજ નવનિર્માણ – ભુજ દ્વારા વિવિધ સહાયો નું વિતરણ કરવા માટે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ કચ્છ ભરમાં મોદીજીના જન્મ દિવસ નિમિતે વિવિધ સેવાકીય કાર્યો આયોજિત કરવામાં આવેલ.
સૌરાષ્ટ્ર અને કચ્છના ૩૪૦૦ ગામોમાં વર્ષ દરમ્યાન ભાજપા, જીલ્લા પંચાયત કચ્છ, વિવિધ સેવાકીય સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ દ્વારા દોઢ લાખ થી વધુ લોકોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવાનો આયુષ હોસ્પિટલ દ્વારા અને સાંસદની પ્રેરણા અને સહકાર દ્વારા શરૂ થશે આ માટે અંતરિયાળ છેવાડાના ગામોથી નજીકના ગામો – શહેરો માં આયુષ સંજીવની રથ દ્વારા ની:શુલ્ક તપાસ, આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ ની પ્રક્રિયા કરી આપવામાં આવશે તેમજ ૧ વર્ષ સુંધી આયુષ સંજીવની રથ કાર્યરત રહેશે તેમ સાંસદએ જણાવેલ છે.
રીઝનલ સાયન્સ સેન્ટર સ્મૃતિવન મધ્યે ૪૦૦ થી વધુ સંખ્યામાં વિવિધ રમતોમાં ભાગ લેનાર બાળકોને તથા વિજેતા બાળકો ને પ્રમાણપત્રો તથા મેડલ થી સન્માન કરવામાં આવેલ મોદીના જન્મદિન નિમિતે કેક કાપી જન્મદિન ની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપા અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, ભુજ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઇ વરસાણી, ભુજ શહેર ભાજપ પ્રમુખ બાલકૃષ્ણ મોતા, જીલ્લા ભાજપા મહામંત્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ, તથા સર્વ પ્રફુલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, જયંતભાઇ ઠક્કર, રવિભાઇ ગરવા, રિતેનભાઇ ગોર, સંદીપ શાહ, મોહનભાઇ ચાવડા, પ્રકાશ મહેશ્વરી, હિતેષ ગોસ્વામી, મનુભા જાડેજા, કિશોર મહેશ્વરી, દિનેશભાઇ ઠક્કર, અશોકભાઇ હાથી, જીલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિ ચેરમેન કુંવરબેન મહેશ્વરી, વેજુબેન રબારી, હિતેશભાઇ ખંડોલ, દિલીપભાઇ શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાન મંત્રી લાભાર્થી કલ્યાણ મેલા કાર્યક્રમની સફળતા માટે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ના હેમેન્દ્રભાઇ જણસારી વ્યવસ્થા અને સંચાલન સંભાળ્યું હતું.


