લોકભાષા-ગાંધીધામ :
પ્રતિબંધીત ચાઇનીઝ તુક્કલ સાથે ઇસમને આદિપુર પોલીસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉતરાયણના તહેવાર વખતે ચાઇનીઝ તુક્કલ આકાશમાં ઉડાવવામાં આવે છે ત્યારે આવા પ્રકારના હલકી કવોલીટીના વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને નુકશાન તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપતિને નુકશાન થતુ હોઇ છે જેથી આવી બાબત નિવારવા માટે આવા પ્રકારના ચાઇનીઝ તુક્કલોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
આ તુક્કલના વેચાણ અંગે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે આદિપુર વિસ્તારમાંથી ચાઇનીઝ તુક્કલના જથ્થા સાથે આરોપી સમીર રમેશભાઇ સમેજાને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આદિપુર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ આરોપી સમીર રમેશભાઇ સમેજા ઉ.વ.૨૦ રહે.બે વાળી લેબર કેમ્પ ઝુંપડપટ્ટી આદીપુર તા.ગાંધીધામને સ્કાય લેન્ટર્ન તુક્કલ પેકેટ નંગ-૧૦, કુલ તુક્કલ નંગ.૧૦૦ કિંમત રૂપિયા ૫૦૦૦ સાથે ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


