લોકભાષા-ગાંધીધામ :
આદિપુરમાથી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી લીધા હતા. પૂર્વ કચ્છ એલ.સી.બીએ ૩૧ હજારની રોકડ સાથે ૧.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી માટે આદીપુર પોલીસને સોંપવામાં આવ્યા હતા.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ કચ્છના પોલીસ ઈન્સપેક્ટર એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી.ટીમ આદિપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કેશરનગર અને શાંતિનગર વચ્ચે આવેલ ડીશ ટીવીની પાછળ શેરીમાં, આદિપુર ખાતે જાહે૨માં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર ૨મતા ઈસમો ઉપર રેઈડ કરી આઠ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.
આ રેડ દરમિયાન આરોપીઓના મોમાયાભાઈ અરજણભાઈ ગઢવી ઉ.વ. ૪૫ ૨હે. પ્લોટ નં. ૨૧૧/બી,કેશ૨નગ૨-૧, આદિપુર, સામરાભાઈ રામભાઈ ગઢવી ઉ.વ. ૩૯૨હે. વવાર તા.મુંદરા, જખુભાઈ સામરાભાઈ ગઢવી ઉ.વ. ૪૩ રહે. હનુમાનમંદિર પાસે,ડેશરનગર આદિપુર, સદામ હુશેનશા શેખ ઉ.વ. ૩૦ રહે. પ્લોટ નં. ૨૦૪,ડેશ૨નગ૨-૧,આદિપુર, જયસુખ રામજીભાઈ ગઢવી ઉ.વ. ૪૫ રહે. પ્લોટ નં. ૭૭,ડેશરનગર-૧,આદિપુર, શંભુભાઈ રાજાભાઈ આહિર ઉ.વ. ૩૯ ૨હે. શાંતિનગર,અંતરજાળ તા.ગાંધીધામ, આમદશા પીરશા શેખ ઉ.વ. ૫૩ રહે. રાજનગર,અંતરજાળ તા.ગાંધીધામ, ઇબ્રાહીમ અબ્દુલલતીફ કુંભાર ઉ.વ. પ૨ રહે. કુંભારવાસ,તુણા તા.અંજારને રોકડા રૂપિયા ૩૧,૫૫૦, મોબાઈલ ફોન નંગ-૭ કિંમત રૂપિયા ૧,૩૫,૦૦૦ સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૧,૬૬,૫૫૦ને કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


