લોકભાષા-ગાંધીધામ :
આદિપુરની વધુ એક મહિલા આંખલાના આંતકની ભોગ બની છે. બે દિવસ પહેલા શાકભાજી લેતા મહિલાઓને આંખલાઓએ હડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી રોજીંદા બનતા બનાવો છતા ગાંધીધામ મહાનગરપાલિકાનુ વહીવટી તંત્ર દ્વારા મૌન પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યુ હોય તેમ કોઇ જ કાર્યવાહી કરી રહ્યુ નથી
આદિપુર મુન્દ્રા ચોકડી નજીક ટાગોર રોડ પર મોપેડ ચાલક મહિલા અને તેમની નાની દીકરી જતા હતા તે વખતે રોડ વચ્ચે બે મોટા આંખલાઓ યુદ્ધ કરતા અચાનક દ્વિચક્રી વાહનને અડફટે લેતા તેમને પાડી દીધા હતા. ચાલક અને તેમની દીકરીને ઇજા થઇ હતી આવી પરીસ્થિતિ સર્જાતા ગરીબ વર્ગ અસમંજસમાં પડી જાય છે અને હોસ્પિટલ જવા વિચાર કરવો પડે છે. મહાનગરપાલિકા સમક્ષ અનેકો રજૂઆત આ સમસ્યાને લઈને થતી રહી છે પ્રાથમિક ધોરણેઆનું નિરાકરણ થાય એવું લોકો અને ગૌ ભક્તો શ્રદ્ધાળુઓ પણ ઇચ્છતા થયા છે.
ગાંધીધામ આદિપુરમા રખડતા ઢોર અને આંખલાના આતંકથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. નાના મોટા અકસ્માતો રોજીંદા બન્યા છે. જેમા લોકો ઇજાગ્રસ્ત થાય છે અને શારીરિક સાથે આર્થિક મુશ્કેલીઓ પણ વેઠવી પડે છે
આ અંગે શહેરની વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા અનેક વખત રજુઆત કરવા છતાં મહાનગરપાલિકાનુ વહીવટી તંત્ર કોઈ નક્કર કામગીરી કરી રહ્યુ નથી જેના કારણે ગાંધીધામ આદિપુરના લોકોમા આક્રોશની લાગણી વ્યાપી છે.


