લોકભાષા-ગાંધીધામ :
આદિપુર પોલીસે બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો
આદિપુર પીઆઈ ડી.જી.પટેલ અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન બાતમી મળેલ કે આદીપુર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે જે હકીકત આધારે રેઇડ કરતા જુદી-જુદી વિદેશી દારૂના બ્રાન્ડનો જથ્થો કુલ રૂપિયા 6.87 લાખના સાથે આરોપી ઘનશ્યામસિંહ ઉર્ફે રાહુલસિંહ જેઠુભા જાડેજાને ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી રામા વજા ભરવાડનુ નામ ખુલતા તેના વિરૂદ્ધ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આદિપુર પોલીસે આરોપી ઘનશ્યામસિંહ ઉર્ફે રાહુલસિંહ જેઠુભા જાડેજા રહે.પારસનગર મ.નં.૭ મેઘપર બોરીચી અંજારના કબ્જામાંથી રોયલ ચેલેન્જર, રોયલ સ્ટેગ, મેકડોવેલ્સ, ઓલ્ડ મોન્ક, રોયલ સ્ટેગ,
રોયલ ચેલેન્જ, બડવાઇઝર બીયર ટીન, ટુબર્ગ પ્રીમીયમ બીયર સહિત કુલ રૂપિયા ૬,८७,०७२નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે આ ગુનામા આરોપી રામા વજા ભરવાડ રહે.મંગલમ સોસાયટી મેઘપર બોરીચી અંજાર મૂળ રહે.પલાસવા રાપરનુ નામ ખુલતા બને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.