એમ્બેસી ઓફ ધી રીપબ્લીક ઓફ ઈન્ડોનેશીયા સાથે ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ લોની અમદાવાદ ખાતે મીટીંગ યોજાઈ
લોકભાષા-ભુજ :
મીનીસ્ટ્રી ઓફ ટ્રેડ ઈન્ડોનેશીયા ટ્રેડ શો માટે ખાસ ગુજરાત આવેલા એમ્બેસી ઓફ ઘી રીપબ્લીક ઓફ ઈન્ડોનેશીયા સાથે ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ લોની અમદાવાદ ખાતે મીટીંગ યોજાઈ હતી.
ખાસ મુલાકાતે આવેલા ઈન્ડોનેશીયા એમ્બેસીના ટ્રેડના ખાસ ગર્વમેન્ટ ઓફીસર સહાર્તાનો તથા મોહમ્મદ ઈકબાલ હાજીમિલ અને ઈન્ડોનેશીયા ટેડ પ્રમોશન સેન્ટરના ડાયરેકટર જુગ્રોહો પ્રિયો પ્રતોમો ઉડીસાથી સ્કીલ ટ્રેનિંગ પ્રા. લી.ના ડાયરેકટર બીભુ પ્રસાદ સ્વૈન સાથે જકાસા ઈન્ડોનેશીયામાં ૯ થી ૧૨ ઓકટોબર ૨૦૨૪ ના રોજ યોજાનારો ટ્રેડ એસ્પો થવા માટે ખાસ ગુજરાતનાં ઈન્વેસ્ટરોની મુલાકાત માટે વિઝીટ કરી હતી. જીસીસીઆઈએલ ને ખાસ રીકવેસ્ટ કરવામાં આવી કે ઈન્ડોનેશીયામાં યોજાનાર એસ્પોનું ઈન્ડીયાથી ખાસ ગુજરાતથી ડેલીગેશન ઈન્વેસ્ટમેન્ટ માટે લોકોને લઈ આવવાનો ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.
રાજેન્દ્ર ટાંક પ્રશ્ન કર્યો કે, ઈન્ડીયાથી એસ્કપોર્ટ કરવા માટે ખાસ કઈ વસ્તુની ઈન્ડોનેશીયાને જરૂર છે? તેની ડીસકસ કરી કે, કોર્મેશીયલ વાહનો સ્ટીલ, પ્લાસ્ટીક, એગ્રીકલ્ચર પ્રોડકર્સ, પશુ આહાર, રાઈસ, રેડીમેડ કપડા, બાસમતી ચોખા, મસાલા, કપડાં, મેડીકલ ઈન્સ્ટ્રુમેન્ટ, ઈલેક્ટ્રોનીક, ટેલીકોમ સાધનો, રિયલ એસ્ટેટ, હોટલો, આઈ.ટી. એઝકલુઝન, હોસ્પીટલ, સેનેટ્રીય વિગેરે ઘણુંબધું એકસપોર્ટ ઈન્ડીયાથી થઈ શકે છે.
મીનીસ્ટ્રી ઓફ ટ્રેડ ઈન્ડોનેશીયાના ઓફીસર સુહાતાનો કહે છે કે, ઈન્ડોનેશીયામાં પામ ઓઈલ થાય છે? જે ઈન્ડીયામાં ઈમોર્ટ કરી શકાય છે. ફર્નિચર, લાકડું, રબર, કાગળ અને ટુરીઝમ ક્ષેત્ર મોટું છે. ખાસ કરીને માઈનીંગ ખાણ બાબતે તેઓએ ખાસ ભાર આપ્યો હતો. ઈન્ડોનેશીયામાં ખનીજ બહુજ માત્રામાં નીકળે છે. કોલસો, કોપર, નીકલ, બોકસાઈટ, સોનું, ટીન, આયરન, સેન્ડ, પ્રેટ્રોલીયમ, ઓઈલ ટાઈપના માઈનીંગ રીસોર્સ ઈન્ડોનેશીયામાં છે.
ઈન્ડોનેશીયાનો સ્ટીમ કોલ ભારત દેશ માટે પ્રખ્યાત છે. ખાસ કરીને ગુજરાત રાજયમાં દરેક ઉદ્યોગકારને ઈન્ડીયામાં જરૂરીયાત છે. મહિને ૫ થી ૬ લાખ મેટ્રીક ટનની જરૂરીયાત છે. તેની સામે ૨ થી ૩ લાખ ટન કોલસો ઈન્ડોનેશીયામાંથી ઈમ્પોર્ટ થાય છે. ઈન્ડોનેશીયા થી ૧ શીપ થી ૫૫૦૦૦ હજાર મેટ્રીક ટનનું વેસલ ૧૫ થી ૨૦ દિવસે ગુજરાત પહોંચે છે. અને તેનો ભાવ ૧ ટનનો રૂા.૬૦૦૦ થી રૂા.૭૦૦૦ હોય છે. ગુજરાત પહોચતો બધા ખર્ચ બાદ કરીને એ પણ એલ.અસી. દ્વારા પેમેન્ટ થાય છે. ટ્રેડ મીનીસ્ટ્રી અને ઓફિસર દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે, અમે ડાયરેક કોલસો માલ માઈન્સ ઓનર દ્વારા સપ્લાય આપીશું વચમાં કોઈ પણ એજન્ટ કે દલાલ નહી હોય સીધો વેપારીને ખરીદનારને ફાયદેથી પહોચતો થશે.
ભારત દેશમાં સ્ટીમ કોલસાની માંગ વધારે છે તેનું કારણ રાખ—એશનું પ્રમાણ ૧૦ ટકા હોય છે. અને તેનું હીટ ભારતના કોલસાથી દોઢી હોય છે. સામે ભરતનો કોલસો ૩૦ થી ૪૦ ટકા ડેનસીટી એસ-રાખનું પ્રમાણ હોય છે. ભારત દેશ કરતાં ઈન્ડોનેશીયા તો કોલસો મોંધો હોય છે. પણ વપરાશકારોને ફાયદાકારક છે. વધારે હીટ ચાલ છે.
આ કોલસાનો ઉપયોગ વધારે પડતો પાવર પ્લાન બ્રીકમેનીફેફચર કેમીકલ ઈન્ડસ્ટ્રીઝ રોભગ મિકસ સ્ટીલ મોટા પ્લાન સીરામીક ઉદ્યોગ વિગેરે ઈન્ડસ્ટ્રીઝમાં થાય છે. ઈન્ડોનેશીયામાં રોકાણ કરવા માટે ગુજરાતથી ઉદ્યોગકારોએ માહિતી મેળવી હતી.