લોકભાષા-ગાંધીધામ :
એસ.આર.સી. લી., માવજીભાઈ સોરઠીયા અને રવી કપૂર વિરુદ્ધ પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ, ગાંધીધામમાં દાવો દાખલ કરી તા. ૨૭ થી ૨૯ ડીસેમ્બર, ૨૦૨૪ ના એસ.આર.સીની યોજનાર ચુંટણી તથા તા. ૩૦.૧૨.૨૦૨૪ના યોજનાર એન્યુલ જનરલ મિટિંગ બાબતે મનાઈ હુકમની માંગણી કરવામાં આવી હતી. આ અરજીમાં એવું જણાવેલ કે બધા શેરહોલ્ડરોની ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર રજીસ્ટર થયેલ નથી. એસ.આર.સી.એ વકીલ વી. પી. આલવાણી મારફતે હાજર થઇ દાવા જવાબ અને મનાઈ હુકમની અરજી રજુ કરેલ તથા સી.પી.સી. ના ઓ. ૭, રૂ. ૧૧, તથા કંપનીઝ એકટની કલમ ૪૩૦ મુજબ અરજી દાખલ કરી એવી રજૂઆત કરેલ કે કંપનીની ચુંટણી બાબતે સિવિલ કોર્ટને સત્તા નથી. રવીન્દ્ર એન. સબરવાલની ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર રજીસ્ટર થયેલ છે. એસ.આર.સી. એ ન્યુઝ પેપરમાં અને એન્યુલ રીપોટમાં પણ શેરહોલ્ડરોને પોતાની ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવા વિનંતી કરેલ અને જેટલા શેરહોલ્ડરો પોતાના ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર રજીસ્ટર કરાવેલ છે તે વિગતો સી.ડી.એસ.એલ. ને મોકલાવેલ છે.
એડવોકેટ વી. પી. આલવાણીએ એવી દલીલ કરેલ કે ચુંટણીની પ્રક્રિયા સી.ડી.એસ.એલ.ને કરવાની છે તેમ છતાય ફરિયાદીએ તેને પક્ષકાર બનાવેલ નથી. વધુમાં એવી દલીલ કરેલ કે એસ.આર.સી. તરફથી કોઈ પણ ઠગાઈ કે ગેરરીતિ કરેલ નથી. વી. પી. આલવાણીએ વધુમાં એવી દલીલ કરેલ કે ફરિયાદીએ પોતે ડિરેક્ટરની ચુંટણી માટે ફોર્મ ભરેલ નથી અને જે આઠ સભ્યોએ ચુંટણી માટે ફોર્મ ભરેલ છે, તેઓ એ કોઈ દાવો કરેલ નથી. ફરિયાદીને દાવો કરવા માટે હક્ક કે અધિકાર નથી. ફરિયાદી બીજા વતીથી રજૂઆત કરી શકે નહી. વી. પી. આલવાણીએ વધુમાં એવી દલીલ કરેલ કે સુપ્રીમ કોર્ટે ચુકાદામાં તેવું જણાવેલ છે કે જયારે ચુંટણી પ્રકિયા શરૂ થઇ ગઈ હોય ત્યારે તેની સામે સામાન્યત મનાઈ હકૂમ આપી શક્ય નહી. વધુમાં એવી દલીલ કરેલ કે જયારે સિવિલ કોર્ટને દાવો ચલાવાની સત્તા ન હોય ત્યારે દાવા અરજી રદ ફરમાવી જોઈએ. વી. પી. આલવાણીએ વિભિન્ન કોર્ટોના ચુકાદાઓ રજુ કરી વાદીની દાવા અરજી રદ ફરમાવવા વિનંતી કરેલ. કોર્ટે પક્ષકારોને સાંભળ્યા બાદ એસઆરસીના વકીલ વી. પી. આલવાણીની દલીલ માન્ય રાખી ફરિયાદીની દાવા અરજી રદ ફરમાવવા હકૂમ ફરમાવેલ. આ કામે એસ.આર.સી. વતી સિનિયર એડવોકેટ વી. પી. આલવાણી તથા તેની સાથે વિશાલ કાનન, શ્રીમતી વર્ષા વિશાલ કાનન, મનીષ ગઢવી, એડવોકેટ દેવાંશી નવીનચન્દ્ર માથકીયા, કિશીતા ચાવડા, મેઘા રાઠોડ, તથા રોહિત શીરોખા હાજર રહ્યા હતા.
| ReplyForwardAdd reaction |

