લોકભાષા-આણંદપર :
નખત્રાણા તાલુકાના મોટાયક્ષ (કકડભીટ) મધ્યે ચાર દિવસીય ભરાનાર ઐતિહાસિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ વર્ષે મેળામાં રેકોર્ડ બ્રેક જોવા મળ્યો હતો.શરૂઆત એટલે કે રવિવારના સવારના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તથા ભોવા પરિવાર દ્વારા મેળામાં આવતા લોકો માટે ખુલો મુકવામાં આવ્યો હતો.રવિવારના સાંજના પાંચ વાગ્યા પછી આ મેળામાં લોકોની આવવાની શરૂઆત થઈ હતી. રાત્રીના ભાગમાં મેળામાં આવેલ બજારોમાં મહેરામણ ઉમટયુ હતું.જે એક રેકોર્ડ કર્યો હતો.આ વર્ષે રેકોર્ડ બેક દસ લાખથી વધારે લોકોએ મેળાની મોજ માણી હતી.પોલીસ બંદોબસ્ત તેમજ સી.સી.ટી.વી. કેમેરા સહિત શુદઢ બંદોબસ્ત હોવા છતા મોબાઈલ ચોરી,ચીલ ઝડપ તેમજ ખિસ્સા કાતરૂ જેવા સામાન્ય કિસ્સાઓ નજીવા બન્યા હતા.જે પોલીસ ચોપડે નોંધાયા હતા.

વિસ વર્ષ પહેલાં આ મેળો ત્રણ દિવસ અને બે રાત ચાલતો હતો. મેળા અધ્યક્ષ અને માજી સરપંચ ધીરજભાઈ નાકરાણી, ભોવા પરિવાર તેમજ મોટાયક્ષ ટ્રસ્ટીગણ દ્વારા આ મેળાને ચાર દિવસ ચાલે એની રજુઆત કરવામાં આવતા તેમને વહીવટી મંજૂરી મળતા આ મેળો ચાર દિવસીય થયો હતો.શરૂઆતમાં આ મેળામાં આજુબાજુના ગામડાઓના લોકો બપોર પછી ફરવા આવતા હતા.આ મેળો પહેલા મંગળવારના રોજ સાંજના છ વાગ્યા સુધી ચાલુ રહેતો હતો.ચાર દિવસીય મંજૂરી મળતા મંગળવારના રાત્રીના ત્રણ વાગ્યા સુધી ચાલુ રહે છે.અને બુધવારના આજે સવારથીજ મેળામાં સારી એવી ટ્રાફિક જોવા મળી હતી.
આટલા વર્ષમાં આ મેળામાં સૌથી વધારે મહેરામણ ઉમટયુ હતું.આ મેળા દરમ્યાન ત્રણ રાત અને ચાર દિવસમાં દસ લાખથી પણ વધારે લોકોએ મેળો માણ્યો હતો.તેવું મેળા અધ્યક્ષ ધીરજભાઈએ જણાવ્યું હતુ.મહેરામણ સાથે ફોર વહીલ તેમજ ટુ વહીલરમાં પણ વધારો જોવા મળ્યો હતો.વાહન પાર્કિગની વ્યવસ્થા હોવા છતા પણ વાહન ચાલકોએ પોતાના વાહનો રોડની બને સાઈડો પર મુકવાથી સતત ત્રણ રાત ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી.પોલીસની સારી કામગીરી થકી ટ્રાફિકનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.આ મેળાના આયોજન મેળા સમિતિના અધ્યક્ષ ધીરજભાઈ નાકરાણી,જખદાદાના પુજારી નવીનભાઈ ભોવા,મેળા ઉપાધ્યક્ષ સંગીતાબેન ઠક્કર, ડોસાભાઈ ભોવા, રામજીભાઈ ભોવા, જખરાજજી ભોવા, હીરાલાલભાઈ ભોવા, નારાણભાઈ ભોવા, રતનભાઈ ભોવા, લાખાજી સંઘાર, મહેન્દ્રભાઈ ચૌધરી-તલાટી, નવીનભાઈ મારૂ-તલાટી, પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્રએ સંભાળી હતી.


