લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ એલસીબીએ કંડલામાંથી આશરે અડધા કરોડથી વધુની કિંમતના ક્રુડ પામ ઓઈલના જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડયા હતા.
આ અંગેની મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી ટીમ કંડલા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે એફ.ઓ.સીટી આઈ.ઓ.સી.એલ. કંપની જુના કંડલા સામે આવેલ રોડ પર ટેન્કર નં. જીજે-૧૨- એટી-૭૬૭૫ વાળાના ડ્રાઈવર કંડલા મુકામે તેલ કંપનીઓમાંથી ક્રુડ પામ ઓઈલ ભરી જતા ટેન્કરોનાં ડ્રાઈવરો મારફતે સી.પી.ઓ. તેલની ચોરી કરી કરાવે છે. જેથી એલ.સી.બી. ટીમ તપાસ કરતા વાહનમાંથી ક્રુડ પામ ઓઈલનો જથ્થો મળી આવ્યો હતો જે બાબતે હાજર મળી આવેલ વાહન ડ્રાઈવરને પુછપરછ કરતા આ જથ્થાના કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાઈ આવતા આરોપીઓ સામે ગુનો નોંધી કંડલા મરીન પોલીસને સોંપવામાં આવ્યો હતો
આ ગુનામા આરોપીઓ શાકીર અહેમદ યુસુફ અન્સારી ઉ.વ. ૨૯ ૨હે. શાંતિધામ-૧ હકીમભાઈની ભાડાના મકાનમાં ગળપાદર તા.ગાંધીધામ મુળ રહે. ડાછોર થાના-પેડનારાયણપુરા તા.ટેનોહટ જી.સ્ટીલ બોડારો ઝારખંડ, અનીલકુમાર ભાગીરથી સરોજ ઉ.વ. ૩૫ રહે. પુજા રોડવેઝ ગાંધીધામ મુળ રહે. પંઢરી મુસ્તરડા થાના-કનૈયા તા.પટી જી.પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ ક્રુડ પામ ઓઈલ ૯૯૦ કિલો ગ્રામ કિંમત રૂપિયા ૯૪૦૫૦ તથા ક્રુડ પામ ઓઈલ ૫૫.૬૭ મેટ્રીક ટન કિંમત રૂપિયા ૫૨૮૮૬૫૦, ટેન્કર રજી.નં. જીજે-૧૨-એટી-૭૬૭૫ કિંમત રૂપિયા દશ લાખ ટેન્કર રજી.નં. જીજે-૧૨-બીટી-પપ૨૭ કિંમત રૂપિયા દશ લાખ, મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂપિયા ૨૦૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૭૪,૦૨,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.