લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ પોલીસે કંડલા નજીકથી બિનવારસુ વિસ્ફોટક પદાર્થના ફુટેલ બુલેટને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પૂર્વ કચ્છ એસ.ઓ.જી. ટીમને ખાનગી રાહે હકિકત મળી હતી કે, કંડલાથી તુણા તરફ જતા હાઇવે ઉપર આવેલા પુલ નિચેથી પાણીનુ વહેણ ચાલુમા છે જે પુલ નિચેના ભાગે પુલની ઉત્તર તરફ પાણીમા અંદરના ભાગે એક પ્લાસ્ટીકના કોથળામા ફુટેલ બુલેટનો જથ્થો પડેલ છે જેથી એસઓજીએ આ જગ્યાએ જઇ તપાસ કરતા પ્લાસ્ટીકનો કોથળો મળી આવેલ હોય જે બહા૨ કાઢી ચેક કરતા તેમાથી ફુટેલ અલગ અલગ સાઈઝના બુલેટ મળી આવ્યા હતા. તમામ ફુટેલ બુલેટ પણ પાણીવાળા ભીનાશ પડતી હાલતમા હોય જે ફુટેલ બુલેટના જથ્થાનો વજન આશરે ૪૨ કિલોગ્રામ કિમત રૂપિયા ૨,૧૦૦ને કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


