લોકભાષા-ભુજ :
અન્નકુટની પરંપરાની વાત કરીએ તો કહેવાય છે કે, ભગવાન કૃષ્ણની ઉપસ્થિતિમાં ગૌર્ધન પૂજારૂપે ગોકુળથી અન્નકૂટોત્સવ પ્રારંભ થયો આજે ૫૦૦ વર્ષ બાદ પણ
ભારતીય સનાતની ધાર્મિક ભક્તિ પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ આ અન્નકૂટોત્સવ જુદા જુદા સંપ્રદાયો તરફથી મંદિરો માં કરવામાં આવે છે ભક્તિ ભાવ સાથે નવવર્ષ ના પ્રથમ દિવસે આ અન્નકૂટ ઉત્સવ નું આયોજન થાય છે
સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો અન્નકૂટોત્સવ સાથે સેવાભક્તિ ની પરંપરા સમગ્ર દેશ વિદેશના મંદિરોમાં ઉજવાય છે.
આ વર્ષે કચ્છ ના ઈતિહાસ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રથમ વખત હજારો મણ અન્નપુરવઠો, ખાદ્ય પદાર્થો, ખાંડ, તેલ, દેશી ઘી, વિપુલ માત્રા માં સુકા મેવા, મસાલા, મળી અનેક પ્રકાર ના વ્યજનો બનાવવાનું કાર્ય પૂજોશ માં મંદિર ના
મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી , પાર્ષદ કોઠારી જાદવજી ભગત ના સચોટ માર્ગદર્શન તળે ભુજ મંદિર ના કોઠારી સ્વામી. શાસ્ત્રી નારાયણ મુનિદાસજી, શાંતિસ્વરૂપદાસજી તેમજ વહીવટી કાર્યવાહક સંત દેવપ્રકાશદાસજી અને 51સંતો ની ત્રણ જુદી જુદી ટીમો માં સંતશ્રીઓમાં સ્વામી દેવકૃષ્ણદાસજી, નારાયણવલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી વેદાંતસ્વરૂપદાસજી સ્વામી ઘનશ્યામપ્રિય દાસજી, પાર્ષદ ખીમજી ભગત, આદી ૧૦૦ સંતો થી વધારે સત્સંગી હરીભક્ત ભાઈ- બહેનો, સાંખ્યયોગી બહેનો અન્નકુટ બનાવવાની સેવાઓ આપી રહ્યા છે. સાથે સાથે આ વર્ષે રંગોલી નું પણ ભવ્ય આયોજન થયેલું છે દિવાળીના દિવસે કચ્છના ગામડાઓમાંથી નાની બાલિકાઓ આવીને પોતાની કલા અને કૌશલ્ય પ્રદર્શન કરી અને સુંદર રંગોળી બનાવશે
અને જેની રંગોળી અતિ સુંદર હશે અને મહંત સ્વામી દ્વારા ગિફ્ટ આપવામાં આવશે
નૂતન વર્ષ ના દિવસે ભગવાન સ્વામિનારાયણ, નર નારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ તથા મંદિરમાં બિરાજમાન બધા જ દેવી દેવતાઓના સન્મુખે આ મહાઅન્નકુટ ધરાવવામાં આવશે. 151 થી પણ વધારે જુદી જુદી સ્વાદિષ્ટ વાનગીઓમાં મુખ્યત્વે, મેસુક , ફાફડા, મગજ, સુખડી, મોતિયા લાડુ,
પીળી કણી મોનથાળ, સકર પારા, સાટા, બુંદી, અડદિયા, ટોપરા પાક, ગુલાબ પાક, પેંડા, બરફી, અમૃતપાક , ગુંદરપાક , સાલમપાક, ગેવર વિગેરે મિષ્ટાન બનાવવામાં આવી રહ્યું છે, ફરસાણ માં ગાંઠીયા, લકડીયા, અનેક પ્રકારના ચેવડા, ચવાણાં, ખારી બુંદી, સકરપારા, અલગ અલગ જાતના પકવાન, સુકા મેવા , ફળ ફડાદી , વિગેરે હરિ પ્રભુ ને ભુજ મંદિર ના સંતો અને હરિભકતો ના પ્રેમાળ ભાવ સાથે તા. ૨/૧૧ શનિવાર નૂતન વર્ષ ના રોજ સવારે દર્શનાર્થે મુકવામાં આવશે, આ મહાઅન્નકુટ દર્શન નો સમય સવારે ૯ વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધી નો રહેશે.. સાથો સાથ આ દિવસે અંદાજીત ૩૦ હજારથી વધારે દર્શનાર્થી હરીભક્તો દર્શને આવે તેવો વર્તવો જણાતાં તેમનાં માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવશે.. તો આ કચ્છ દેશ મહા અન્નકુટ મહા મહોત્સવ માં બિરાજમાન દેવો ના દર્શને પધારવા હરીભક્તોને ભુજ મંદિર ભાવભર્યુ જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે


