લોકભાષા-ભુજ :
કોંગ્રેસના રાજકીય અગ્રણીને 41 વર્ષ અગાઉ ભુજમાં જિલ્લા પોલીસ વડાની કચેરીમાં માર મારવામાં આવ્યો હતો.જેમાં આજે ચુકાદો આવશે.
આ કેસની હકિકતો એવી છે કે, રાજકીય અગ્રણી અને અબડાસાના મુસ્લીમ મોવડી ઈભલા શેઠ જે તે વખતના ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી,ગાભુભા જાડેજા અને શંકર ગોવિંદજી જોષી સહિતના અન્ય અગ્રણીઓ સાથે નલીયામાં નોધાયેલા ગુના કામે પોલીસ દ્વારા પુછપરછના બહાના હેઠળ હેરાનગતી ન કરે તે માટે રાજકીય તેમજ સામાજીક આગેવાનો સાથે તત્કાલીન એસપી કુલદિપ શર્માને તા.૦૬/૦૫/૧૯૮૪ ના મળવા આવ્યા હતા ત્યારે કુલદિપ શર્મા ઉશ્કેરાઈ ગયા અને ઈબ્રાહિમ મંધરા ઉર્ફે ઈભલા શેઠનું અપમાન કરી અપ શબ્દ બોલી સાથી અધિકારીઓને બોલાવી માર માર્યો હતો.આ બાબતે બાદમાં એડવોકેટ એમ.બી.સરદારને રોકી અને તા.૦૮/૦૫/૧૯૮૪ ના ભુજની ચીફ જયુડિશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી કુલદિપ શર્મા તથા અન્ય આરોપીઓએ તે વખતે સરકારી વકીલ રોકતા એડવોકેટ એમ.બી.સરદારે દલીલ કરી હતી કે, સરકારી વકીલનું કામ ફરિયાદ પક્ષનો કેસ પુરવાર કરવાનું છે નહિ કે આરોપીનો બચાવ કરવાનો પછી આરોપી ભલેને જિલ્લા પોલીસ વડા હોય.જયારે તે આરોપી તરીકે આવે છે ત્યારે તે એક આરોપી જ છે જેથી કોર્ટ સહમત થઇ અને સરકારી વકીલ આરોપીનો બચાવ કરી શકે નહી તેવું ઠરાવતા કુલદિપ શર્મા સહિત અન્ય આરોપીઓએ પ્રાઇવેટ વકીલ રાખ્યો હતો.2012માં આરોપીઓએ ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ,સેસન્સ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરી ત્યારે એડવોકેટ એમ.બી.સરદાર સાથે ફરિયાદીના સહાયક એડવોકેટ તરીકે આર.એસ.ગઢવી હાજર થયા. 2020મા કચ્છના ખ્યાતનામ એડવોકેટ એમ.બી.સરદારનુ અવસાન થતા આ કેસમાં ફરિયાદીના મુખ્ય એડવોકેટ તરીકે આર.એસ.ગઢવી રહ્યા.સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઝડપી સુનાવણી કરવાની હોઈ અગાઉ આ કેસમાં ચાર આરોપી હતા.જે પૈકી બી.એન.ચૌહાણ તથા અન્ય આરોપી પી.એસ.બીશનોઈનુબચાલુ પ્રોસિડિંગ દરમ્યાન મુત્યુ થયેલ જયારે અન્ય બે આરોપી કુલદિપ શર્મા તથા ગીરીશ વસાવડા સામે આ કેસ એડિશનલ ચીફ કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરાયો હતો. ફરિયાદપક્ષનો પુરાવો નોંધાયા બાદ આ કેસ આરોપીના સ્ટેટમેન્ટ બાદ તા.૨૮/૦૧/૨૦૨૫ ના આખરી સુનાવણી સાથે પુર્ણ થયો છે અને 40 વર્ષ બાદ જજમેન્ટ ઉપર છે આજે અદાલત દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવશે. આ કેસમાં ઇભલા શેઠના પક્ષ તથા મુળ ફરિયાદી વતી સિનિયર ધારાશાસ્ત્રી આર.એસ.ગઢવી, આરોપી કુલદિપ શર્મા વતી સિનિયર ધારાશાસ્ત્રી બી.એમ.ધોળકિયા તથા અન્ય આરોપી ગીરીશ વસાવડા વતી સિનિયર ધારાશાસ્ત્રી ડી.વી.ગઢવીએ દલીલો કરી હતી.

