લોકભાષા-આણંદપર :
મલકુસ્તી પર બનેલી સલમાનખાનની ફિલ્મ દંગલ હિટ રહી હતી. પરંતુ કચ્છના અમુક ગામોમાં કુસ્તી એટલે કે બખ મલાખડો હજુ જીવંત છે. કચ્છ જીલ્લાના માંડવી, અબડાસા, લખપત અને નખત્રાણા એમ ચાર તાલુકાઓમાં મલીઓની સંખ્યા વધારે છે. આમ તો મલીઓ વારસાગત હોય છે. પરંતુ ખાસ કરીને હિન્દૂ અને મુસ્લિમ બને ધર્મમાં જે સંઘાર જ્ઞાતિ હોય છે. તેમા મલીઓ વધારે જોવા મળે છે. ઉપરાંત મુસ્લિમમાં બીજી જ્ઞાતિમાં પણ મલી બખ મલાખડો લડતા હોય છે.
માંડવી તાલુકાના પીપરી ગામમાં છેલ્લા ત્રણ ટર્મથી સરપંચ તરીકેની જવાબદારી નિભાવતા અને ક્ષત્રીય સંઘાર સમાજના પ્રમુખ વાલજીભાઈ સંઘાર જણાવ્યું હતુ કે તેઓ વર્ષો સુધી મલી તરીકે રહ્યા હતા. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે તેમના હસ્તે ધોરડોમાં વિજેતા બદલ સન્માન કર્યું હતું.
મલ લડતી વખતે એવા પણ બનાવો બને છે કે મલીના હાડકા ભાંગી જાય, હાથ પગ ભાંગી જાય અમુક વખત હૃદય પણ બંધ થઈ જાય અને હોસ્પિટલ સુધી ભેગા થવું પડતું હોય છે. મલ લડતી વખતે જીતે તેને દર્શકો દ્વારા બક્ષીસ રૂપે ૧૦થી ૫૦૦ સુધી રકમ પ્રોત્સાહિત રૂપે આપવામાં આવે છે. તેમજ પ્રથમ દ્વિતીય, તૃતીય વિજેતાઓને નક્કી થયેલી રોકડ રકમ અપાતી હોય છે.
ભારત પાકિસ્તાન જયારે એક હતા ત્યારે સિંધથી મલીઓ કચ્છમાં બખ મલાખડો લડવા આવતા હતા. આજે પણ કચ્છમાં જયારે પણ મેળાઓ યોજાય છે. ત્યારે બખ મલાખડાની પરંપરા જીવંત રહી છે તે સારી બાબત કહેવાય. વાલજીભાઈ કહે છે કે હું.જયારે મલ લડતો હતો ત્યારે ખોરાકમાં ખાસ તો કઠોળ, તલ, રોટલા, અનાજ, ગુંદર, ગાયનું ઘી, ગાયના દૂધનો ઉપયોગ કરતા હતા. દેશી ઘીનો શીરો બનાવીને પણ ખાતા હતા. બખ મલાખડા આ પરિવારોના લોહીમાં વહે છે.
મેળો હોય ત્યાં મલાખડો હોય અને મલાખડો ના હોય તો મેળાની જમાવટ ના હોય એટલે જયાં પણ મેળા હોય ત્યાં બખ મલાખડાનું આયોજન પહેલું કરવામાં આવતું હોય છે.આવા મલાખડા જોવા લોકો હજારોની સંખ્યામાં આવતા હોય છે અને મલીઓ પણ આવી મલ કુસ્તી કરવા પહોંચી આવતા હોય છે હજુ પણ કચ્છમાં મલીઓ પોતાની મલ કુસ્તી ની કરામત દેખાડવા આવે છે અને આવી મલ કુસ્તી(મલાખડાઓ) ખેલ દિલીથી રમતા હોય છે.અને આવા મલાખડા માં મલીઓ જીતીને સારા એવા રોકડ ઇનામો મેળવે છે જે ખેલ દિલીથી જીતીને મેળવતા.

મોટાયક્ષના મેળામાં સાંયરા (યક્ષ) પચાયત તેમજ ભોવા પરિવાર દ્વારા બખ મલાખડાનું આયોજન કરવામાં આવ્યું હતું. મલાખડામાં મલીને પ્રોત્સાહન આપવા લોકો બક્ષિસ આપી જોમ વધારતા હતા.આ મલાખડો જોવા લોકો દુર દુરથી આવી પહોંચ્યા હતા.આ મલાખડામાં ટોટલ ૧૪ મલીઓએ ભાગ લીધો હતો. આ મલાખડામાં પ્રથમ વિજેતા સુમરા હુસેન આમદ-વાલ્કા મોટા-૬૦૦૦, દ્વિતીય વિજેતા જત ખાલીદ હાજી મામદ-વિરાણી-લખપત -૫૦૦૦, તૃતીય વિજેતા સલીમ મોકરશી -ભધરા વાંઢ-૪૦૦૦,ચોથા વિજેતા મુબારક મોકરશી -ભધરાવાંઢ-૩૦૦૦,પાંચમા વિજેતા અનવર નોડે હાજી હાસમ-ભીડીયારા -૨૦૦૦, છઠા સલીમ મોકરશી -ભધરા વાંઢ-૨૦૦૦, સાતમા ઉંમર ઉસ્માન-બિટીયારી-૧૫૦૦, આઠમા સંગાર અબ્દુલ હમીદ- છછી એમ વિજેતા જાહેર થયા હતા. મેળા સમિતિ અને ભોવા પરિવાર તરફથી વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યાં હતા.જેમાં નવીનભાઈ ભોવા પુજારી, વાલજીભાઈ સંગાર, મેળા સમિતિ અધ્યક્ષ ધીરજભાઈ નાકરાણી, ઉપાધ્યક્ષ સંગીતાબેન ઠક્કર, ડોશાભાઈ ભોવા, જખરાજજી ભોવા, લાખાજી સંગાર, પી.આઈ.મકવાણા, વેસાભાઈ ભોવા, રતનભાઈ સંગાર, સુજાભાઈ ભોવા સહિતના હાજર રહી વિજેતાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.આ બખ મલાખડો ત્રણ કલાક ચાલ્યો હતો. જેમાં નિર્ણાયક તરીકે વાલજીભાઈ સંઘાર-પીપરી વાળા રહ્યા હતા.એવું સાંયરા(યક્ષ) જૂથ ગ્રામ પંચાયતના તલાટી મહેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.



