લોકભાષા-ભુજ :
સૂર્ય શક્તિ કિસાન યોજના સ્કાય બાબતે પીજીવીસીએલ ભુજ ડિવિઝન ખાતે પીજીવીસીએલ, ભારતીય કિસાન સંઘ, સ્કાય યોજનાના લાભાર્થી ખેડૂતો, તેમજ કૌશલ કંપનીના કર્મચારીઓ સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલના એમડીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન થયું. તેમાં પીજીવીસીએલના કચ્છના પૂર્વ તેમજ પશ્ચિમના અધિક્ષક એન્જિનિયર તેમજ તેમજ ડેપ્યુટી એન્જિનિયર તાલુકા સ્તરના કર્મચારીઓ કંપનીના કર્મચારીઓ, તેમજ ભારતીય કિસાન સંઘ ના પ્રદેશના ઉપાધ્યક્ષ શામજીભાઈ મેયાત્રા, જિલ્લા પ્રમુખ કરમણભાઈ ગાગલ માજી પ્રમુખ શિવજીભાઈ બરડીયા, જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણી, ભુજ તાલુકા પ્રમુખ કાનજીભાઈ ગાગલ, માંડવી તાલુકા પ્રમુખ રતિલાલભાઈ રાબડીયા, ભચાઉ તાલુકા પ્રમુખ દેવજીભાઈ છાંગા અને સ્કાય યોજનામાં આવતા કચ્છના તમામ ફીડર પ્રમુખો અને ખેડૂતો વચ્ચે સંકલન બેઠક થઈ તેમાં કંપની દ્વારા સોલાર યુનિટ આપવામાં આવેલ તેમા સોલાર પ્લેટો અને ઇન્વેટર ખરાબ થઈ જવાથી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે છે. કંપનીની જવાબદારીમા જે સાધનો બગડે તેને તાત્કાલિક બદલાવી આપવાના હોય છે. કંપની સમયસર બદલાવતી નથી તેનાથી વીજ ઉત્પાદન થઈ શકતું નથી, તેનાથી ખેડૂતોને ખોટ પડે છે. પીજીવીસીએલના એમડી દ્વારા કંપનીને સૂચના આપવામાં આવી કે આવતી 21 નવેમ્બર સુધી તમામ કચ્છમાં આવતા એસ.કે વાય યોજનાના ખેડૂતોના યુનિટો ચાલુ કરવા અને જે સાધનો બદલાવા પડે તે નવા નાખવા સુચના આપી હતી.
ખેડૂતો વતી ભારતીય કિસાન સંઘે પ્રશ્નોની રજૂઆત કરી હતી અને વિગતવાર પ્રશ્નો રજૂ કર્યા હતા ખેડૂતોએ પણ તેને મુજબનિ પ્રશ્નો રજૂ કર્યા હતા.
કંપનીના કર્મચારીઓએ સર્વિસ આપવામાં કંપની નિષ્ફળ રહી તે વાત સ્વીકારી હતી અને હવેથી વધારે સ્ટાફ સાથે લઈ બધા યુનિટો કાર્યરત સમયને ધ્યાનમાં રાખીને કરી આપીશું અને કંપનીના વાકે જે ખેડૂતોને ઉત્પાદન ઓછું મળ્યું છે તેની ખોટ સરભર કરી આપશુ.
તેવી બાંહેધરી આપી હતી સંકલન બેઠકમા સુખદ સમાધાન થયું હતું.
તારીખ 21/ 11/24 સુધી કંપની પોતાની કામગીરી પૂર્ણ નહીં કરે તો કિસાન સંઘ ખેડૂતોને સાથે રાખી પોતાની નીતિ રીતે મુજબ આગળના કાર્યક્રમો આપશે. તેમ ભારતીય કિસાન સંઘના જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણીએ યાદી જણાવ્યું હતુ.
સૂર્ય શક્તિ કિસાન સહાય યોજના આજથી ચાર વર્ષ પહેલા સરકારે ખેડૂતો માટે સારામાં સારી યોજના આપેલ હતી તેમાં ખેડૂતો પોતાના ખેતર વીજ ઉત્પાદન કરે અને વાપરે વધારાની વીજ ગ્રેડમાં જમા થાય તેનાથી પાણી અને વીજળીનો બચાવ થાય અને ખેડૂતોને આવકમાં પણ વધારો થાય. આ યોજના સરકારે દરેક તાલુકામાં એક ફીડર પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપ્યો હતો પણ કંપનીને ના કામયાબીથી આ સારો પ્રોજેક્ટ ખેડૂતો માટે શ્રાપ સાબિત થયો છે જો કંપની પોતાની ફરજ નિભાવે તો હજુ પણ આ યોજના આશીર્વાદરૂપ થાય તેમ છે આ યોજના જેવી રીતે રૂફટોપ યોજના સફળ થઈ છે તેવી જ રીતે સ્કાય યોજના સફળ થઈ શકે તેમ છે. સરકારના વીજ પ્રોજેક્ટમાં ખેડૂતો સહભાગી થઈ શકે તેમ છે